• સુરત કલેકટરે ગત રોજ ઓડિયો મારફતે જાહેરાત કરી હતી
  • હોસ્પિટલના કર્મચારી દર્દી માટે ઇન્જેક્શન લેવા જશે, દર્દીના સગાને ઇન્જેક્શન મેળવવા લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી તેવી જાહેરાત કલેકટરે ગઇકાલે કરી હતી
  • કલેકટરની જાહેરાત છતાં બેસહારા બનેલી દર્દીઓના સગા ઇન્જેક્શન મેળવવા ન્યૂ સિવિલ બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડે છે

WatchGujarat. કોરોનાની સેકન્ડ વેવએ ભલભલાના હચમચાવી નાખી છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે લાગવગની જરૂર પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. હોસ્પિટલમાં બેડ મળે તો ઓક્સિજનની અછત અને એ પુરી થાય તો રેમડેસિવિર ઇન્જેક્શનનો કકળાટ. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે દર્દીઓના સગા ઇન્જેક્શન મેળવવા જ્યાં ત્યાં વલખા મારી રહ્યાં છે. તેવામાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય વધ્યો છે. ત્યારે સંક્રમણ અટકાવવા માટે કલેટકર ધવલ  પટેલ એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કલેકટરની સુચનાને ખાનગી હોસ્પિટલો ઘોળીને પી ગઇ હોઇ તેવો ઘાટ ઘડાયો છે.

 

રાજ્યના તમામ મહાનગરોમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. તેવામાં સુરત શહેરની હાલત અતિ ગંભીર હોવાનુ માનવામાં આવી રહ્યું છે. રાજ્ય ભરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત ઉભી થઇ છે. ત્યારે સુરત શહેરમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા ગત રોજ એક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે કશે જવાની જરૂર નથી, હોસ્પિટલને દર્દીના તમામ જરૂરી રિપોર્ટ અને કાગળીયા પુરા પાડી આપવા, જેથી હોસ્પિટલનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં જઇ ઇન્જેક્શન મેળવી લેશે.

કલેકટર ધવલ પટેલની જાહેરાત બાદ લોકોએ એક તબક્કે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ સવારે જમીની હકિકત ઉપર watchgujarat.com  દ્વારા નજર કરવામાં આવી ત્યારે પરિસ્થિતિ કંઇ જુદી જ જોવા મળી હતી. શહેરની ન્યૂ સિવિલ હોસ્પિટલ બહાર લાંબી લાઇનો લાગી હતી. વહેલી સવારથી લાગેલી આ લાઇનમાં ઉભેલી વ્યક્તિઓને જ્યારે પુછવામા આવ્યુ ત્યારે તેમણે કહ્યું હોસ્પિટલથી કોઇ મદદ નથી મળી રહીં, એટલે અમારે અમારા સગા માટે ઇન્જેક્શન લેવા આવવુ પડ્યું છે. કલાકોથી લાઇનમાં ઉભા રહીં નંબર આવે તેની રાહ જોઇ રહ્યાં છે.

નોંધનીય છે કે, જે દર્દી કોરોના સંક્રમિત છે તેના જ પરિવારજનો અથવા સ્વજનો ન્યૂ સિવિલ હોસ્પિટલ બહાર એક રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લાઇનોમાં ઉભા છે. જેથી કોરોનાનુ સંક્રમણ ફેલાય તે બાબત નિશ્ચિત છે. આવી પરિસ્થિતિ વચ્ચે કલેકટરે કરેલી જાહેરાત કેટલી સફળ રહીં છે તે જોવાની જરૂર છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud