• કોરોના કેસોમાં વધારો થતા તંત્ર આકરા પાણીએ 
  • પેટ્રોલપંપ પર કામ કરતા 4 કર્મીઓ કોરોના પોઝીટીવ આવતા સીલ મરાયું, કોન્ટેક્ટ ટ્રેસીંગ શરૂ કરાયું
  • પોઝીટીવ આવેલા ચારે કર્મચારીઓને સરકારી હોમ આઇલેશન હેઠળ ખસેડાયા

WatchGujarat. સુરતના અઠવાગેટ સ્થિત આવેલી પેટ્રોલપંપ સીલ કરવામાં આવ્યું છે. અહીં કામ કરતા 4 કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોની કોન્ટેક ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ સતત વધી રહ્યું છે. જેને લઈને મનપા દ્વારા ફરી એક વખત ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે. સાથે જ વેક્સીનેશનની કામગીરી પણ સઘન કરવામાં આવી છે. ત્યારે સુરતના અઠવાગેટ સ્થિત આવેલા અઠવા ઓટો મોબાઈલ નામના પેટ્રોલ પમ્પ પર કામ કરતા  4 કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આગામી સુચના ન મળે ત્યાં સુધી આ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યું છે. અને પોઝીટીવ આવેલા ચારે કર્મચારીઓને સરકારી હોમ આઇલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે.

કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરાયું

પેટ્રોલપંપ પર કામ કરતા 4 કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને તેઓના સંપર્કમાં પેટ્રોલ-ડીઝલ પુરાવવા આવતા અનેક લોકો સંપર્કમાં આવ્યા છે. ત્યારે સંપર્કમાં આવેલા લોકોના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અને પોઝીટીવ આવેલા ચારે કર્મચારીઓને સરકારી હોમ આઇલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. જયારે પેટ્રોલ પમ્પના અન્ય કર્મચારીઓના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud