• અઠવા પોલીસે કફર્યુના ભંગ બદલ એક યુવકની ધરપકડ કરાઈ હતી. જો કે તેના જામીન માટે યુવકનો ભાઈ શોર્ટ્સ પેન્ટ પહેરીને પહોંચ્યો
  • પોલીસે શોર્ટ્સને બદલે ફૂલ પેન્ટ પહેરીને આવવા ટકોર કરી
  • યુવકને ટોકનારા પોલીસ કર્મીઓએ માસ્ક નહિ પહેર્યા હોવાનું વાયરલ વિડીયોમાં સામે આવ્યું

WatchGujarat. ધાર્મિક સ્થળોની બાદ હવે પોલીસ સ્ટેશનોમાં પણ સંપૂર્ણ પહેરવેશ સાથે જવું પડે તેવી સ્થિતીનો અંદેશો આવે તેવી ઘટના સામે આવી છે. સુરતના એક પોલીસ સ્ટેશનમાં ચડ્ડો પહેરીને આવેલા જામીનદારને જવાનોએ પ્રવેશતા અટકાવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વાત સાંભળીને તમે ચોંકી ગયા છો પરંતુ આ ઘટના છે સુરતની સુરતના અઠવા પોલીસે કફર્યુના ભંગ બદલ એક યુવકની ધરપકડ કરાઈ હતી. જો કે તેના જામીન માટે યુવકનો ભાઈ શોર્ટ્સ પેન્ટ (ચડ્ડો) પહેરીને પહોંચ્યો હતો. જેથી પોલીસે શોર્ટ્સને બદલે ફૂલ પેન્ટ પહેરીને આવવા ટકોર કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં કેટલાક પોલીસ કર્મીઓ પણ માસ્ક વગર નજરે ચડ્યા છે

સુરતના અઠવા પોલીસ મથકનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો અંગે જાણવા મળ્યું હતું કે અઠવા પોલીસે એક યુવકની કફર્યુના ભંગ બદલ ધરપડક કરી હતી.અને તેના જામીન માટે તેના  ભાઈને બોલાવ્યો હતો.જો કે તેનો ભાઈ શોર્ટ્સ પેન્ટ પહેરીને પહોચ્યો હતો. જેથી પોલીસે તેને શોર્ટ્સને બદલે ફૂલ પેન્ટ પહેરીને આવવા ટકોર કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં યુવક પોલીસને આજીજી કરી રહ્યો છે પરંતુ પોલીસે તેની એક ન સાંભળી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ સરકારી જગ્યા છે. અહી મહિલાઓ પણ કામ કરતી હોય છે. જેથી સભ્યતા અને વ્યવસ્થિત કપડા પહેરીને આવવું જરૂરી છે. પરંતુ ત્યાં હાજર યુવકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો જે હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના 24 તારીખની છે જે નો વિડીયો હાલ સામે આવ્યો છે

પોલીસ કર્મીઓ જ માસ્ક વગર દેખાયા

યુવક શોર્ટ્સ પેન્ટ પહેરીને આવ્યો હતો. જેથી પોલીસે તેને ટકોર કરી હતી. પોલીસ મથકમાં હાજર પોલીસકર્મીએ જણાવ્યું હતું કે જામીન જોઈએ તો ફૂલ પેન્ટ પહેરીને આવો. જો કે વાયરલ થયેલા આ વિડીયોમાં લોકોને કાયદાનો પાઠ ભણવતી પોલીસ જ કાયદાના ધજાગરા ઉડાવતી જોવા મળી હતી. આ વાયરલ વિડીયોમાં પોલીસ મથકમાં હાજર કેટલાક પોલીસકર્મીઓ જ માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud