• મહુવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે આશિષ વિનોદભાઈ ચૌધરી ફરજ બજાવતા હતા
  • રવિવારે આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

સુરત પોલીસના કોન્સ્ટેબલે ઝાડ પર ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

WatchGujarat. મહુવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ વિનોદભાઈ ચૌધરી આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેઓના આપઘાતને પગલે મહુવાના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

મહુવા પોલીસ મથકમાં આશિષ વિનોદભાઈ ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.આજરોજ તેઓએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તેઓની લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેઓના આપઘાતને પગલે મહુવાના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે પરિવાર ના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી આશિષભાઈ બીમારીથી પીડિત હતા. જેથી આ આકરું પગલું ભર્યું હોવાનું અનુમાન છે. #સુરત

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પીએસઆઇ અનિતા જોશીએ પોતાની સર્વિલ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. એક પછી એક પોલીસ કર્મીઓ અલગ અલગ કારણોસર જીવનનો અંત લાવતા હોવાના કિસ્સાઓ ચિંતાજનક છે.

More #Police #constable #Suicide #Mahua Police station #સુરત #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud