• ચુંટણી બાદથી શહેરમાં કોરોના પોઝીટીવ કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો 
  • ચુંટણીમાં કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા નેતાઓ હવે કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે
  • સુરતમાં 27 માર્ચે 760 કેસ સામે આવ્યા હતા

WatchGujarat. સ્થાનિક સ્વરાજયની ચુંટણી બાદ કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. અને સુરતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં મેયર હેમાલી બોઘવાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.અને તેઓ હાલ હોમ ક્વોરનટાઈન થયા છે. આ ઉપરાંત અન્ય 5 કોર્પોરેટરો પણ સંક્રમીત થયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધી રહ્યું છે. અને સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સુરતમાં 27 માર્ચે 760 કેસ સામે આવ્યા હતા. જે આજદિન સુધીના રેકોર્ડ બ્રેક કેસો છે.  સિટીમાં નવા 607 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 104, રાંદેરમાં 93, અને લિંબાયતમાં 90 કેસ છે. સિટીમાં કુલ કેસ 47,855 અને મૃત્યુઆંક 876 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,500 મૃત્યુઆંક 287  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 62,355 અને મૃત્યુઆંક 1163 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 44,442અને ગ્રામ્યમાં 13,163 મળીને કુલ 57,605 થયો છે.

સુરતના મેયર હેમાલી બોઘવાલા પોઝીટીવ

મેયર હેમાલીબેન બોઘાવાલા શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓએ હોમ કવોરનટાઈન થયા છે. અને તેઓએ શોશ્યલ મીડિયામાં પોસ્ટ લખી હતી કે મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝીટીવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વિનંતી કરુ છું.હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહી જોડાઈ શકુ તે બદલ માફ કરશો. કોરોનાને હરાવી ફરી સ્વસ્થ થઈ આપની સેવામાં હાજર થઈશ

સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ

સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 22 ના હિમાંશુ રાઉલજી, વોર્ડ નંબર 9 ના રાજન પટેલ અને ગૌરી સાપરિયા, વોર્ડ નંબર 13 ના મનીષા મહાત્મા,આમ આદમી પાર્ટી ના વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર કે.કે.ધામીનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મનપાની સામાન્ય સભા પહેલા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સોપો પડી ગયો છે.

રાજકીય ટીખળ કરતા પોસ્ટરોને લઇને વિવાદના એંધાણ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે.અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. જેને લઈને મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપા દ્વારા હાલમાં ટેસ્ટીંગ પણ સધન કરી દેવામાં આવ્યું છે. તેમજ વેક્સીનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સુરતના રાંદેર વિસ્તારમાં બેનરો લાગ્યા છે. જો કે આ બેનરો કોણે લગાવ્યા છે તે અંગેની માહિતી મળી ન હતી. પરંતુ બેનરોમાં તંત્ર અને નેતાઓ પ્રત્યે લોકોનો રોષ જોવા મળ્યો હતો. બેનરોમાં લખવામાં આવ્યું છે કે ચુંટણીઓની જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર. કોરોનાના કેસોમાં વધારો કરવામાં નબર ૧ બનેગા સુરત.. સાથે જ ધનિકોને માફી ને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ ? નેતાઓને ગોળ અને પ્રજાને ખોળ ? પ્રજા પોકારે ત્રાહિમામ પરિવાર ચલાવવા કરવા દો કામ જેવા સ્લોગન પણ લખવામાં આવ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud