• સુરતમાં કોરોનાના કહેર વચ્ચે રોજના 1000 થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે
  • પાલિકા ટીમ થકી કન્ટેટમેન્ટઝોન અને માઈક્રો કન્ટેટમેન્ટઝોન તથા ભીડભાડ થતી હોય ત્યાં લોકોને માઈક વડે સુચના આપી લારી ગલ્લા, પાનના ગલ્લા અને દુકાનો બંધ કરાવવામાં આવી
  • તંત્રની કામગીરીને પગલે વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી

Watchgujarat. સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તાજેતરમાં મ્યુનિ.કમિશ્નર સહિત તેમના પરિવારના અનેક લોકો કોરોના સંક્રમીત થયા હતા. તો કોરોનાને નાથવા માટે હવે તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનનું ભંગ થતી હોય તેવી જગ્યાઓ બંધ કરવા માટે માઇક પર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે પાલિકા તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટઝોન અને માઈક્રો દ્વારા કન્ટેટમેન્ટઝોન તથા ભીડભાડ થતી હોય ત્યાં લોકોને માઈક વડે સુચના આપી લારી ગલ્લા, પાનના ગલ્લા અને દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. જો કે, પાલિકા તંત્રની એક્શનનને પગલે વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી રહી છે.

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને રોજના 1000 થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મનપા તંત્રની ચિતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે મનપા દ્વારા શહેરમાં કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. એક તરફ સુરતમાં ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે અને વેક્સીનેશન પણ ઝડપી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સુરતમાં હજુ પણ ભીડભાડ થતી જોવા મળી રહી છે અને કોવીડની ગાઈડ લાઈનનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે મનપા દ્વારા દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. અને આ ટીમ થકી કન્ટેન્મેન્ટઝોન અને માઈક્રો કન્ટેટમેન્ટઝોન તથા ભીડભાડ થતી હોય ત્યાં લોકોને માઈક વડે સુચના આપી લારી ગલ્લા, પાનના ગલ્લા અને દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે.

નાના વેપારીઓની હાલત કફોડી

મનપા દ્વારા થતી આ કામગીરી દરમ્યાન મનપાના અધિકારીઓ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મનપા દ્વારા લારી, ગલ્લાઓ બંધ કરાવવામાં આવતા નાના વેપારીઓની હાલત કફોડી બની રહી છે અને રોષની લાગણી વ્યાપી છે. ઘર કેમ ચલાવવું, દુકાનના ભાડા વગેરે વગેરે જેવા પ્રશ્નોને લઈને નાના વેપારીઓની હાલત કફોડી બની રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud