સુમુલ ડેરીમાં સામાન્ય રીતે 11 લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે
શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માંગ વધુ હોવાથી વેચાણ વધ્યાનું અનુમાન
ડેરી દ્વારા રેકોર્ડ બ્રેક વેચાણનો ફાયદો ગામડાઓમાં પશુપાલન કરતાં લોકોને થશે - ડેરી ડિરેક્ટર
WatchGujarat. સુરતમાં શિવરાત્રિનો તહેવાર સુમુલ ડેરીને ફળ્યો છે. ડેરી દ્વારા શિવરાત્રિના દિવસે 14 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 11 લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે. પરંતુ શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટર દૂધનું વેચાણ વધુ થયું છે.
14 લાખ લિટર દૂધનું વેચાણ થયું
આજે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થઇ રહી છે. શિવાલયોમાં શિવલિંગ પર દૂધ ચડવામાં આવે છે. તેમજ ભાંગનો પ્રાસાદ પણ વહેચવામાં આવે છે. જેને લઈને સુરતમાં દુધના વેચાણમાં રેકોર્ડ બ્રેક થયો છે. સુરતમાં આવેલી સુમુલ ડેરીમાં સામાન્ય રીતે 11 લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે. પરંતુ શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટર દૂધનું વેચાણ વધુ થયું છે. અને આજના દિવસે જ 14 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિવત્વને પામવાના પર્વ શિવરાત્રિની ઉજવણી સુરતમાં રંગેચંગે થાય છે.આ વખતે કોરોના ગાઈડ લાઈન સાથે મંદિરોમાં ઉજવણી થઈ છે. તેમ છતાં 14 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે.
વેચાણનો ફાયદો ગામડાઓમાં પશુપાલન કરતાં લોકોને થશે
સુમુલ ડેરીના ડીરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે આ રેકોર્ડ બ્રેક છે. આજે શિવરાત્રીના કારણે દુધનો અભિષેક થતો હોવાથી દુધના વેચાણમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. ડેરી દ્વારા રેકોર્ડ બ્રેક વેચાણનો ફાયદો ગામડાઓમાં પશુપાલન કરતાં લોકોને થશે. ગામડાના લોકોને રોજગારી દૂધનું વેચાણ વધતા વધારે પ્રમાણમાં મળશે.