• રાજ્યભરમાં કોરોના કેસો વધતાની સાથે લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે
  • સુરતમાં પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામ કરતા લોકોને ભય બતાવીને તેમના વતન જવા માટે ફરજ પાડવામાં આવતા મામલો ગરમાયો
  • બીજેપી પ્રમુખે લોકોને શહેર સુરક્ષીત હોવાની બાંહેધારી આપી

WatchGujarat. કોરોના કેસો વધતાની સાથે લોકોને લોકડાઉન લાગુ કરવામાં આવશે કે નહિ તેવો ભય સતાવી રહ્યો છે. જો કે મુખ્યમંત્રીએ જાતે લોકડાઉન લાગુ કરવાની વાતને આજે રદ્દીયો આપ્યો હતો. તેવા સમયે સુરત શહેરમાં કામદારોને ભય બતાવીને તેમના વતન જવા માટે  પોતાના વતન જવા માટે ફરજ પાડવામાં આવી રહી છે અથવાતો જવા માટે મજબુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી હતી. જેને લઇને આજે સી. આર. પાટીલે સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને વિડીયોમાં કહ્યું કે સુરતમાં લોકડાઉનની વાતો માત્ર અફવા છે, હું દરેક કામદારોને અપીલ કરું છું કે સુરત છોડીને જશો નહીં.

રાજ્યભરમાં કોરોના કેસો વધતાની સાથે લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તેવા સમયે અફવાહ ફેલાવવાનું શરૂ થઇ ગયું છે. અને લોકોમાં તંત્ર આગામી શું પગલા લેશે તે અંગે તેને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાઇ રહ્યા છે. સુરતમાં પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામ કરતા લોકોને ભય બતાવીને તેમના વતન જવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. અથવાતો તેમને જવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે સી. આર. પાટીલે સોશિયલ મિડીયા એકાઉન્ટ પર એક વિડીયો મુક્યો હતો. જેમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, સુરતમાં લોકડાઉનની વાતો માત્ર અફવા છે, હું દરેક કામદારોને અપીલ કરું છું કે સુરત છોડીને જશો નહીં.

ગુજરાત સરકાર, સુરત મહાનગર પાલિકા, ડોક્ટર મિત્રો, મેડિકલ સ્ટાફ, પોલિસ કર્મીઓ, સામાજિક સંસ્થાઓ-સૌ કોરોના સામે લડવા અને બનતી મદદ કરવા ખડેપગે તૈયાર છે. સુરત શહેર સુરક્ષિત છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud