• તાજેતરમાં સુરતમાં અનેક કિસ્સાઓમાં રાત્રી કર્ફ્યુનું ઉલ્લંઘન થયાના કિસ્સા સામે આવ્યા
  • પાંડેસરા વિસ્તારમાં ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાલુ ડુંડીના લગ્નના જમણવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે 11 લોકોની અટકાયત કરી

WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક લીસ્ટેડ બુટલેગરને ત્યાં જમણવારનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં કફર્યુના સમયમાં જમણવાર યોજવામાં આવ્યો હતો. જેમાં નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચી ને કાર્યવાહી કરી હતી. અને બુટલેગર સહીત 11 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં પી.આઈ. ના વિદાય સમારોહનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને પી.આઈ. એ.પી. સાલૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે બુટલેગરને ત્યાં જમણવારનો વિડીયો વાયરલ થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસની નાક નીચે ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાલુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં કફર્યુના સમયમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને જમણવારમાં નિયમના ધજાગરા ઉડ્યા હતા.

મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસે 11 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી.  અને આયોજન કરનારા બુટલેગર કાળું ડુંડીની પોલીસે ધરપકડ કરી હતી.  મહત્ત્વનું છે કે તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

કોની કોની ધરપકડ કરાઈ

કાળુ જયંતીભાઈ પટેલ – આયોજક, બુટલેગર

ચંપક હીરાભાઈ પટેલ

વિવેક હિતેશભાઈ પટેલ

રાજ શાંતુભાઈ રાઠોડ

સંદીપ દિનેશભાઈ સોનવણે

નીરજ મનોજભાઈ પટેલ

કિરણ શીવાભાઈ રાઠોડ

જીગ્નેશ રમેશભાઈ રાઠોડ

ધર્મેશ ચંદુભાઈ રાઠોડ

દિલીપ ધીરુભાઈ પટેલ

જયેશ ભીખુભાઈ પટેલ

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud