• સુરતમાં ધોળે દહાડે બંદુકની અણીએ કારની લુંટના પ્રકરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
  • પોલીસે કાર સાથે આરોપીને નવસારી ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી

WatchGujarat. સુરતમાં ધોળા દિવસે બંદુકની અણીએ કારની લુંટ થઈ છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે આરોપીને નવસારી ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પ્રેમિકા સાથે ભાગવા માટે કારની લુંટ કરી હોવાનું બહાર આવ્યું હતું. તાજેતરમાં વેબ સીરીઝ અને સોશિયલ મીડિયાથી પ્રેરીત થઇને ગુના આચરવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. જો કે, ઉંડાણ પુર્વક તપાસ બાદ આ કિસ્સો વધુ સ્પષ્ટ થશે.

શું હતી ઘટના

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જોલી રેસિડેન્સીમાં રહેતા કપૂરચંદ જૈન તેમના પુત્ર સાથે દવાખાને ગયા હતા અને બાદમાં દવા લેવા માટે એક મેડીકલ પાસે ઉભા હતા. દરમ્યાન વૃદ્ધ કારમાં બેથા હતા તે દરમ્યાન એક ઇસમ કારમાં બેસી ગયો હતો અને બંદુક બતાવી વૃદ્ધને કારમાંથી બહાર ફેકી કાર લઈને ફરાર થઇ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સુરતમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ શરુ કરી હતી

નવસારી ટોલ નાકા પાસેથી આરોપી પ્રેમિકા સાથે ઝડપાયો

બીજી તરફ આ બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં માહિતી મળી હતી કે આરોપી કાર લઈને નવસારી ટોલ નાકા પાસેથી પસાર થઇ રહ્યો છે. જેથી પોલીસે નવસારી ટોલ નાકા પાસેથી  યુવક-યુવતીને પકડી લીધા હતા.

પ્રેમિકા સાથે ભાગવા કોલેજીયન યુવકે લુટ કરી હતી

પોલીસે આરોપીન ધરપકડ કરી હતી. અને પોલીસની પૂછપરછમાં કોલેજીયન યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણીયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર, એરગન, લેપટોપ અને રોકડ 2.26 લાખ કબજે કરી હતી. કશ્યપે એરગન ઓનલાઇન મંગાવી હતી. તેમજ યુવતી સાથે પ્રેમ સબંધ હોય તેની સાથે ભાગી જવા માટે તેણે આ લુંટ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરામાં તાજેતરમાં એક ચોરીના ગુનામાં આરોપી દ્વારા ઇન્સ્ટાગ્રામ રીલથી પ્રેરાઇને ગુનો આચર્યાની હકીકત સામે આવી હતી. આજ કાલ યુવાનો સોશિયલ મીડિયા તથા વેબ સિરીઝના રવાડે ચઢીને ના કરવાનું કરી બેસતા હોય છે. આ પ્રકારના કિસ્સાઓ સમાજ માટે લાલ બત્તી સમાન છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud