• હાલમાં ઉનાળો શરૂ થઇ ગયો છે ઉપરાંત કોરોનાના સમયમાં વિટામીન સી ખુબ જ જરૂરી છે.
  • સુરતમાં લીંબુના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. .
  • વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવ 120 થી 140 રૂપિયા સુધી પહોચી ગયા છે.

WatchGujarat. હાલમાં ઉનાળો શરૂ થઇ ગયો છે ઉપરાંત કોરોનાના સમયમાં વિટામીન સી ખુબ જ જરૂરી છે. ત્યારે સુરતમાં લીંબુની માંગ ખુબ જ વધી છે. પરંતુ સુરતમાં લીંબુના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવ 120 થી 140 રૂપિયા સુધી પહોચી ગયા છે. અને ભાવ વધવાનું કારણ મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદ છે.

બજારમાં લીંબુ રૂપિયા 120 થી 140 કિલો મળી રહ્યા

શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો વચ્ચે લોકોમાં ભયનો માહોલ છે. કોરોનામાં વિટામિન-સીની જરૂરિયાત સૌથી વધુ હોય છે. આ જ કારણ છે કે, લીંબુ તેમની માટે વરદાન સ્વરૂપ બની જતું હોય છે. પરંતુ હાલના દિવસોમાં સુરતના બજારોમાં લીંબુના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. સુરત એપીએમસીના વેપારી બાબુ શેખે જણાવ્યું હતું કે, ગુજરાતની સીમાથી અડીને આવેલા જલગાંવ, નંદુરબાર, દુનિયાના વાડીઓમાંથી આ વખતે લીંબુ આવી છે.

સુરત એપીએમસીના વેપારી બાબુ શેખ

પરંતુ ત્યાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન થયું હતું. જેના કારણે હાલ લીંબુના હોલસેલ વેપારીઓ લીંબુ 70 રૂપિયાથી લઇ 100 રૂપિયા કિલો જથ્થાબંધ વેચી રહ્યા છે. જે બજારમાં120 થી 140 રૂપિયા કિલો મળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં શિયાળા અને ચોમાસામાં જે લીંબુના ભાવ હતા તેમાં 50 ટકાનો વધારો છે.

લીંબુની અછત છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે

તેમણો વધુમાં જણાવ્યું હતું કે, લીંબુની ડિમાન્ડ વધવા પાછળ ત્રણ મુખ્ય કારણ છે. એક કોરોના કાળમાં વિટામિન-સી માટે સૌથી મહત્ત્વનો સ્તોત્ર છે અને લોકો લીંબુ પાણી પીતા હોય છે. બીજી બાજુ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમીથી રાહત મેળવવા માટે પણ લોકો ઘરે અને બહાર લીંબુ પાણી પીએ છે અને રમઝાનની શરૂઆત થઈ છે. રમજાન મહિનામાં પણ લીંબુનો વપરાશ વધારે થતું હોય છે. આ ત્રણ કારણોસર લીંબુની અછત છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ અને વિજાપુરથી લીંબુ સુરત આવ્યા નથી.

કોરોનામાં વિટામીન-Cના સ્તોત્ર માટે વધારે લીંબુ પાણી પીવા માટે આગ્રહ કરતા હોય છે અને આ વચ્ચે લીંબુની અછત અને જે લીંબુ મળી રહ્યા છે. તેના પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે સુરત અને દક્ષિણ ગુજરાતમાં લીંબુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ અને વિજાપુરથી આવતા હોય છે. પરંતુ કોરોના કાળમાં જે રીતે વિટામિન-C માટે લીંબુની માગ વધી છે. જેના કારણે હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ અને વિજાપુરથી આ વખતે એક પણ લીંબુ સુરત આવ્યા નથી.જેથી સુરતના બજારમાં લીંબુની અછત જોવા મળી રહી છે.

ભાવ આસમાને પહોચતા લોકોની હાલત પણ કફોડી

ઉલ્લેખનીય છે કે, હાલમાં કાળઝાળ ગરમી અને કોરોના કહેર સામે રક્ષણ મેળવવા માટે લોકો લીબું પાણી, અને લીબુંનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. પરંતુ લીંબુના ભાવ આસમાને પહોચતા લોકોની હાલત પણ કફોડી બની છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud