• સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી એક મહિલાએ તેના ઓળખીતાને એવી ફરિયાદ કરી હતી
  • સેનેટરી સબ ઇન્સ્પેકટર ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી સફાઇનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરાવવા માટે પણ તેઓની પાસે દસ હજાર લાંચની માંગણી કરી
  • એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સમગ્ર મામલે છટકું ગોઠવીને ત્રણની ધરપકડ કરી

Watchgujarat. મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા માટે ૧૦ હજારની લાંચ લેતા સેન્ટરી સબ ઇન્સ્પેકટર અને બે સફાઈ કામદાર ને એસીબી પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. આ મામલે એસીબીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે

સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી એક મહિલાએ તેના ઓળખીતાને એવી ફરિયાદ કરી હતી. કે કતારગામ ગોતાલાવાડી ખાતે ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેકટર ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને પાંચ થી દસ હજાર રૂપિયા સફાઇ કામદારો પાસે લે છે. અને તેઓનો સફાઇનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરાવવા માટે પણ તેઓની પાસે દસ હજાર લાંચની માંગણી કરી છે.

જેથી મહિલા સફાઈ કામદારના ઓળખીતાએ ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકીની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં ફરીયાદી પાસે આરોપીએ મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા માટે 10 હજાર રૂપિયાની  માંગણી કરી હતી.પરંતુ મહિલા સફાઈ કામદારે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી અને આ બાબતે તાપી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

એસીબીએ છટકું ગોઠવી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

મહિલા સફાઈ કામદાર અને તેની સાથે પરિચિત ફરિયાદીએ આ બાબતે તાપી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી જેના આધારે આજે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.અને કતારગામ ગોતાલાવાડીમાં ફરજ બજાવતા લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, સફાઇ કામદાર દિપકભાઇ અરજણભાઇ મકવાણા, સફાઇ કામદાર  ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી હસ્તક લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud