• લક્ષ્મી એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરી મચી
  • એપાર્ટમેન્ટની નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી
  • એપાર્ટમેન્ટના રહેવાસીઓને અન્યત્રે જવા સુચન

WatchGujarat. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક જર્જરિત બિલ્ડીંગના એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો ભાગ ધડકાભેર તૂટી પડ્યો હતો. જેને લઈને આસપાસના વિસ્તારમાં અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવની જાણ ફાયર અને મનપાને કરવામાં આવી હતી. જેથી ફાયર અને મનપાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બિલ્ડીંગની નીચે કરીયાણાની દુકાન અને વાહનો પાર્ક હતા. ગેલેરીનો ભાગ તૂટી પડતા વાહનોને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટના સવારના સમયે બની હતી અને એપાર્ટમેન્ટની નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ બનાવને લઈને મનપા, ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બિલ્ડીંગમાં હાજર તમામ લોકોને બહાર કાઢી લીધા હતા.

બિલ્ડીંગ જર્જરિત થઇ ગયું હતું

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટ ખાનગી માલિકીની જગ્યા પર બનેલા ચાર માળના બિલ્ડીંગમાં 36 ફ્લેટ આવેલા છે. બિલ્ડીંગ આખું જર્જરિત થઈ ગયું છે. એટલે ત્યાંના રહેવાસીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ સ્થળાંતર કરી લેવા સલાહ સુચના તંત્ર દ્વારા અપાઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

શાળામાં સામાન મુકવા 2-4 દિવસ આપવાની તૈયારી બતાવવામાં આવી

સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલએ જણાવ્યું હતું કે,એમના ઘર વખરી અને સામાનનો પ્રશ્ન ઉભો થતો હોય તો એમને વૈકલ્પિક મદદના ભાગ રૂપે નજીકની કોઈ શાળામાં સામાન મુકવા 2-4 દિવસ આપવાની તૈયારી બતાવવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud