• મહિલા સાથે જુના ઝગડા બાબતે સમજાવટ બાદ મામલો બીચક્યો અને પાંચથી વધુ લોકોએ તેને મોતને ઘાટ ઉતારી હતી
  • શહેરના અન્ય બે કિસ્સાઓમાં યુવકોની હત્યા કરવામાં આવી

#Surat - લોહિયાળ રવિવાર : એક જ દિવસમાં અલગ અલગ બનાવોમાં મહિલા સહિત ત્રણ લોકોની તીક્ષણ હથીયાર વડે હત્યા

WatchGujarat. સુરત શહેરમાં રવિવારનો દિવસ લોહીયાળ રહ્યો હતો. એક જ દિવસમાં મહિલા સહીત ત્રણ લોકોની ઘાતકી હત્યા થતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. લીંબાયત વિસ્તારમાં બે યુવકો અને સહારા દરવાજા પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. #Surat

સહારા દરવાજા પાસે મહિલાની હત્યા કરાઈ

સુરતમાં રવિવારે બપોરના સમયે સહારા દરવાજા ક્વીન ટાવરની પાછળ ઝુંપડપટ્ટીમાં રવિવારે બપોરે છ લોકોએ મહિલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. ઝુંપડપટ્ટીમાં જયેશ રણછોડભાઇ કુંકણા પોતાની વિધવા માતા ગૌરીબેન (54) સાથે રહેતા હતા. ગૌરીબેનનો 5 માસ પહેલા ત્યાં જ રહેતા મચ્છર ઉર્ફે તરૂણ સાથે ઝઘડો થયો હતો. ગૌરીબેન રવિવારે બપોરે 12 વાગ્યે મચ્છર ઉર્ફે તરૂણને સમજાવવા ગઇ ત્યારે તે અકળાયો હતો. અને તેના સાગરિત યોગેશ, દલુ, ચિંમ્પાન્જી, નરેશ અને ઉમેશની સાથે મળી ગૌરીબેનની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી. આ મામલે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. #Surat

લીંબાયતમાં મોડી રાતે બે હત્યાથી પોલીસ દોડતી થઇ

સુરત શહેરમાં સહારા દરવાજા પાસે મહિલાની હત્યા બાદ મોડી રાતે ગોડાદરા બાદ લિંબાયતમાં હત્યાના બનાવ બન્યા હતા. જેને પગલે પોલીસ દોડતી થઈ હતી. જેમાં ગોડાદરાની હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની વાત છે. તો લિંબાયતમાં બે અજાણ્યા યુવાનો એક યુવાનને ચપ્પુ મારી હત્યા કરી હતી. ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી. જો કે, તેની હત્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, સૂર્યા મંદિરથી પસાર થઈ રહ્યો હતો. #Surat

દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ સૂત્ર મુજબ, હત્યા પાછળનું પ્રાથમિક તારણ જૂની અદાવતની સાથે ધંધાકીય હરીફાઇ હોઈ શકે. જો કે, પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી. એ સાથે જ લિંબાયતમાં મોડી રાતે બીજી હત્યા થઈ હતી. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ, લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોહસીન સલીમ ખાનની ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી. #Surat

સુરતમાં ક્રાઈમ રેટ વધ્યો

સુરતમાં દિવસે ને દિવસે હવે હત્યા અને ચોરીના બનાવો સામાન્ય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ગુના વધવાને કારણે પોલીસની કામગીરી સામે સતત સવાલો ઉઠતા રહે છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે સુરતમાં કડક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવે તે જરૂરી બન્યું છે.

More #Three #murder #sunday #raise #question #law and #order #situation #in the city #Surat news

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud