શહેરના વેપારીના પુત્રનુ અપહરણ કરી રૂ. 3 કરોડની ખંડણી માગવાનો મામલો
ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અગાઉ 8 આરોપીઓની હથિયારો અને રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી.
વેપારીના પુત્રનુ અપહરણ કરનાર ટોળકીનો વધુ એક ગુનેગારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
કાનો જૈન પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક દેશી તમંચો અને 2 કારતૂસ કબજે કર્યા
WatchGujarat. સુરતના ઘોડદોડ રોડ પર વેપારીના પુત્રના અપહરણ કેસમાં ફરાર અન્ય એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી એક તમંચો અને 2 કરતૂસ કબજે કર્યા છે. જયારે અગાઉ ઝડપાયેલા 8 આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી તેમની સધન પુછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા અપહરણકાર ટોળકીના વધુ એક શખ્સની ચોંકાવનારી કબુલાત સામે આવી છે.
શહેરના ધોડદડ રોડ પર રહેતા વેપારીના 36 વર્ષીય પુત્રનુ ગુરૂવારે વહેલી સવારે સ્કોડા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. અપહરણકરતાઓએ યુવકને છોડવા માટે તેના પિતા પાસે રૂ. 3 કરોડની ખંડણી માંગી હતી. જોકે રકઝક બાદ આખરે એક કરોડની કિંમત નક્કી થઇ હતી. રૂપિયા એક કરોડ મળતાની સાથે જ અપહરણકરતાઓએ યુવકને છોડી મુક્યો હતો. દરમિયાન સમગ્ર મામલની તપાસ કરતી સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી 8 શખ્સોની હથિયારો અને રોકડ રકમ રૂ. 99.14 લાખ સાથે ઝડપી પાડ્યાં હતા.
જયારે આ ગુનામાં ફરાર થયેલો કાનો રવિન્દ્રચરણ જૈનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી દેશી તમંચો અને બે જીવતા કારતુસ કબજે કર્યા છે. પોલીસે આ મામલે કાનોની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, ફોર વ્હીલ શીખવા ગયો ત્યારે મિત્રની કારને ઠોકી દેતા રૂ. 30 હજારનુ રનુકશાન થયું હતું. આથી મિત્રને રૂપિયા આપવાના બાકી હતા. તે રૂપિયા ચુકવવા માટે અપહરણના આ ગુનામાં સામેલ થયો હતો.
અપહરણના કેસમાં અગાઉ પકડાયેલા 8 આરોપીઓ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
વેપારીના પુત્રના અપહરણ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓમાં સૂત્રધાર ઈર્શાદ ઉર્ફે છોટુ સમશેર મુલતાની, અજય ડામલા, ચિરાગ યાદવ, સોનુ દેવપુરી ગોસ્વામી, ફૈજાનખાન નબીખાન ઉસ્માન, ઈસ્તિયાક રફીક શેખ, અરવિંદ વાઢેલ અને સંતોષ ઉર્ફે સાહીદ પાટીલને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડમાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ, પ્લાનિંગ કેવી રીતે કર્યુ, કોને કેટલા રૂપિયા મળવાના હતા જેવા સવાલોની પૂછપરછ કરાશે.