• કતાર ગામમાં રહેતી કિશોરીને અચાકન પેટનું દુખાવો થતા તબિબિ ચકાસણીમાં ગર્ભવતી હોવાનું સામે આવ્યું
  • પરિવારને સાથે રાખીને પોલીસે ખુબ જ સાવચેતી પુર્વક કામગીરી કરી
  • કિશોરીએ આપેલા ચાર નામો પૈકી ત્રણની ધરપકરડ, એકની શોધખોળ જારી

WatchGujarat. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી  ધો. 10 માં અભ્યાસ કરતી કિશોરી ગર્ભવતી થતા  મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ અને પરિવારને કિશોરીએ પહેલા જે પ્રેમીનું નામ આપ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પરંતુ ત્યાર બાદ કિશોરીએ અન્ય ૩ પ્રેમીના નામો જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કિશોરીને ગર્ભવતી બનાવવા મામલે પોલીસે અત્યાર સુધી ૩ પ્રેમીની ધરપકડ કરી છે અને ચોથા પ્રેમીની તલાશ શરુ કરી છે. મામલો ઘુંચવાતા કિશોરીના ગર્ભમાં રહેલું બાળક કોનું છે તે જાણવા ડી.એન.એ.ટેસ્ટ કરવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી ધો.10માં અભ્યાસ કરે છે. થોડા દિવસો અગાઉ તેણીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. તબિબિ તપાસમાં 15 વર્ષિયને કિશોરીને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે કિશોરીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરીની પૂછપરછ કરતા યશ વિજયભાઈ કડિયા નામના યુવકે તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી યશ સાથે મિત્રતા થઇ હતી. અને બાદમાં યશ તેને મિત્રના ઘરે લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને પણ જાણ ન કરી હતી. પરંતુ કિશોરી ગર્ભવતી થતાં ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનામાં પોલીસે થોડા દિવસો અગાઉ યશની ધરપકડ કરી હતી. અને તેને જેલના સળિયા પછાળ ધકેલી દીધો હતો.

પોલીસે પરિવારને સાથે રાખી કિશોરીનું કાઉન્સિલીંગ કર્યું

ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે પરિવારને સાથે રાખી કિશોરીની પૂછપરછ કરી હતી. જેમાં કિશોરીએ પહેલા યશનું નામ આપ્યું હતું, ત્યાર બાદ સગીરાએ ધીરજ નામના યુવકનું નામ આપ્યું આપ્યું હતું. ધીરજે લલચાવી-ફોસલાવી કુકર્મ કર્યું હોવાનું સગારીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું, જેથી પોલીસે ધીરજ ચૌહાણની ધરપકડ કરી છે. એટલું જ નહી કિશોરીએ અન્ય બે પ્રેમીઓના નામ પણ પોલીસને આપ્યા હતા. એક પછી એક ચાર વખત અલગ અલગ યુવકોના નામ આવવાને કારણે પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તમામ નામો પૈકી અજય નગરાળેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે.

બાળક કોનું છે તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાશે

કિશોરીના ગર્ભમાં રહેલુ બાળક કોનું છે તે જાણવા પોલીસ હવે ડીએનએ ટેસ્ટ કરી શકે છે. સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ જાણવા પોલીસે તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેવાની તૈયારી કરી રહી છે. ડીએનએ પરીક્ષણમાં સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ સ્પષ્ટ થઈ જશે. અને આ મામલે વધુ એક ઘટસ્ફોટ થવાની શક્યતા છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud