• એક તરફ તંત્ર મતદાન માટે તૈયાર છે ત્યારે ત્યારે છેલ્લી ઘડીએ પણ સુરતમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું
  • બીજેપીના ઉમેદવારના દારૂની બોટલ નજીક બેઠા હોવાનો ફોટાવાઇરલ થતા રાજકીય મોરચે ગરમાવો
  • ફોટા ખોટા હોવાની જો તેઓ વાત કરે છે તો ફોટા એફ.એસ.એલ.કરાવી લો – વિલાસ પાટીલ

WatchGujarat. મતદાનના એક દિવસ પહેલા વોર્ડ નબર 24ના ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે કથિત દારૂ પાર્ટી કરતા હોય તેવા ફોટા શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેને લઈને ફરી એક વખત સુરતમાં રાજ કારણ ગરમાયું છે. જો કે, સોમનાથ મરાઠેએ વાતને રદ્દીયો આપ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એક બાજુ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દિધી છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ સુરતમાં રાજકારણ ચરમસીમા પર છે. સુરતમાં ભાજપના વોર્ડ નબર 24ના ઉમેદવાર સોમનાથ મરાઠે કથિત દારૂ પાર્ટી કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને લઈને ફરી એક વખત સુરતમાં રાજ કારણ ગરમાયું છે.

વાયરલ ફોટામાં સોમનાથ મરાઠે સોફા પર બેઠા છે અને ત્યાં દારૂની બોટલો પડેલી જોવા મળે છે. આ ફોટા વાયરલ થતા ફરી એક વખત રાજકરણ ગરમાયું છે. અને આરોપ પ્રતિ આરોપનો દોર શરુ થયો છે. ઉલ્લેખનીય છે કે આ ફોટા વાયરલ થતા દારૂ બંધીનું અમલાકરણ કેવું કરવામાં આવી રહ્યું છે તેની પણ પોલ ખુલી રહી છે.

મને બદનામ કરવાનું કાવતરું – સોમનાથ મરાઠે

આ ફોટા વાયરલ થતા સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે ફોટા એડિટ કરીને મને બદનમાં કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. મારા પ્રતિસ્પર્ધી વિલાસ પાટીલે આ ફોટાને એડિટ કરીને વાયરલ કર્યા છે. અને હરાવવા માટે આ કવતરૂ રચવામાં આવ્યું છે.

ફોટા ખોટા હોય તો એફ.એસ.એલ. તપાસ કરવી લો – વિલાસ પાટીલ

આ અંગે ફોટા વિલાસ પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. વિલાસ પાટીલે જાણાવ્યું હતું કે તેઓ અલગ અલગ મીડિયામાં અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. પહેલા તો તે નક્કી કરે લે કે તેઓને કહેવું શું છે. અને ફોટા ખોટા હોવાની જો તેઓ વાત કરે છે તો ફોટા એફ.એસ.એલ.કરાવી લો. અને આગામી દિવસોમાં તેઓ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરાશે તેવું પણ જણાવ્યું હતું

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud