• ગુજરાતમાં દારૂબંધી છે. અને તેના કડક અમલના બણગા ફુકવામાં આવે છે
  • અગાઉ અનેક વખત દારૂની પાર્ટીના વિડીયો વાઇરલ થતા હોય છે.
  • સુરતમાં એસ.ટી કર્મચારીઓની કથિત દારૂની પાર્ટીનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી 
  • તંત્ર દ્વારા વાઇરલ વિડીયો મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું

WatchGujarat. સુરતમાં કડક દારૂબંધી વચ્ચે એસ.ટી.કર્મચારીઓની દારૂ પાર્ટી કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં સુરત સીટી ડેપોના એ.ટી.આઈ. પણ હોવાની ચર્ચા છે. વાઇરલ વિડીયો અંગે watcgujarat.com કોઇ પુષ્ટિ કરતું નથી.

ગુજરાતમાં દારૂબંધી છે. અને તેના કડક અમલના બણગા ફુકવામાં આવે છે. તમામ શહેરોમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવતો હોવાની વાત કરવામાં આવે છે. પરંતુ સુરતમાં ચિત્ર કંઇક અલગ જ છે. સુરતમાં છાશવારે દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હવે એસ.ટી ડેપોમાં કર્મચારીઓની દારૂપાર્ટી કરતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ત્રણ કર્મચારીઓ હાથમાં દારૂની બોટલ સાથે જોવા મળી રહ્યા છે. અને કથિત દારૂ પાર્ટી કરી રહ્યા છે. આ ઉપરાંત વાયરલ વિડીયોમાં સુરત સીટી ડેપોના એ.ટી.આઈ. પણ હોવાની ચર્ચા છે.

જો કે, સરકારી કર્મચારી પોતાની ફરજ પર દારૂ પીએ છે. એસટી કર્મચારી તરીકે ફરજ બજાવતા આ કર્મચારી જાહેરમાં દરરોજ દારૂ પીએ છે. અને પોતે વીડિયોમાં બોલે છે કે દારૂની અડધી બોટલ આવતી કાલે ચાલશે. જો કે આ વિડીયો અંગે watcgujarat.com કોઈ પુષ્ટિ કરતું નથી. અને આ વિડીયો કેટલા સમય પહેલાનો તે અંગે કોઈ માહિતી મળી ન હતી.

શું ખરેખર કોઈ કાર્યવાહી થશે ખરી

વીડિયો જૂનો હોય તો પણ આ પ્રકારની કાયદાની ઐસી તૈસી કરી અને જાહેરમાં સરકારી ફરજ દરમિયાન આ પ્રકારની અશિસ્તતા કારણે વિવાદ વકર્યો છે. ત્યારે હવે એસટી વિભાગ આ મુદ્દે શું કાર્યવાહી કરી છે. અને પોલીસ વિભાગ પણ દારૂબંધીના અમલીકરણમાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. આવા અનેક વીડિયો રાજ્યની કહેવાતી દારૂબંધીની ચાડી ખાય છે ત્યારે આ કાયદો ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud