હોસ્પિટલના અમુક સ્ટાફને પણ નાની મોટી ઇજા - કોઈ જાનહાની નહીં.
16 દર્દીઓને ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાંથી શિફ્ટ કરાયા.
https://youtu.be/LZ7b1kIIfPM
સુરત. નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલ માં બપોરે અઢી વાગે આગ લાગી હતી આગની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડનો કાફલો હોસ્પિટલ પર પહોંચી ગયો હતો પહેલા માળે લાગેલી સર્વર રૂમમાં આગના કારણે હોસ્પિટલમાં ધુમાડો ભરાઈ ગયો હતો જેના કારણે વોર્ડમાં એડમિટ દર્દીઓ સુધી આગ ના પહોંચે તે માટે ફાયરના જવાનોએ તાત્કાલિક વોર્ડમાંથી પેશન્ટને ઓક્સિજન માસ્ક સાથે વોર્ડમાંથી ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
આગની જાણ થતાં જ હોસ્પિટલમાં નાસભાગ મચી ગઇ હતી જેના કારણે હોસ્પિટલના અમુક સ્ટાફને પણ નાની મોટી ઇજા થઇ હતી સુરત ફાયર બ્રિગેડ દ્વારા અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફસાયેલા દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં કુલ 16 એડમિટ દર્દીઓને ટ્રાઇસ્ટાર હોસ્પિટલની બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા
હોસ્પિટલમાં ધુમાડાના કારણે હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેથી ફાયર ફાયટરો ફસાયેલા દર્દીઓને રેસ્ક્યૂ કરવા માટે ઓક્સિજન માસ્ક સાથે હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા. જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એ દર્દીઓને ફાયરના ઓક્સિજન માસ્ક સાથે ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યા હતા
હોસ્પિટલમાં આગ નો કોલ મળતા જ સુરત ફાયર બ્રિગેડના પાંચ ફાયર સ્ટેશનની 14 ગાડીઓ અને 12 જેટલી એમ્બ્યુલન્સ ટ્રાઇસ્ટાર હોસ્પિટલ પહોંચી ગઈ હતી જેમાં દસ જેટલી ૧૦૮ પણ સામેલ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સુરત ના મેયર જગદીશ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અનિલ ગોપલાની સુરત પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર પણ ટ્રાઇસ્ટાર હોસ્પિટલ પર દોડી આવ્યા હતા
હાલ કાબૂમાં આવી ગઈ છે અને ફાયર બ્રિગેડ દ્વારા કુલીંગની કામગીરી કરવામાં આવી રહી છે આ મામલે અઠવા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી ને આગળની તપાસ હાથ ધરી છે.
- હોસ્પિટલના અમુક સ્ટાફને પણ નાની મોટી ઇજા - કોઈ જાનહાની નહીં.
- 16 દર્દીઓને ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાંથી શિફ્ટ કરાયા.