અલગ અલગ ડિપાર્ટમેન્ટની ફીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી
વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે કુલપતીની ઓફિસનો ઘેરાવ કર્યો
WatchGujarat. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી એક વખત વિરોધનો દોર શરૂ થયો છે. ફીને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી કુલપતિની ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફી ઓછી કરવા બાબતે અનેક વખત રજૂઆત અને વિરોધ નોંધાવ્યાં છતાં હજી સુધી કોઇ યોગ્ય કાર્યવાહી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કરવામાં આવી નહતી. જેથી ફરી એક વખત મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે ફી ઓછી કરવા માટે કુલપતીની ઓફિસનો ઘેરાવો કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરતમાં ફીને લઈને અનેક આંદોલનો અને વિરોધ થયા છે. અને આ વિરોધ આજે પણ યથાવત રહેવા પામ્યો છે. એક તરફ કોરોનાની મહામારીને લઈને લોકો આર્થિક રીતે પડી ભાગ્યાં છે. તો બીજી તરફ સ્કૂલ, કોલેજોમાં બમણી ફી વસુલાત કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી એક વખત ફી ઓછી કરવા બાબતે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે કુલપતીની ઓફિસનો ઘેરાવ કર્યો છે. અને ઓફિસ બહાર જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
વીર નર્મદ યુનિ.ની ફી ઓછી કરવા માલમે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં અન્ય યુનિવર્સિટીમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ સુરતમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટની ફીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. અને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અલગ અલગ ડિપાર્ટમેન્ટની ફીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી
વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે કુલપતીની ઓફિસનો ઘેરાવ કર્યો
WatchGujarat.સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી એક વખત વિરોધનો દોર શરૂ થયો છે. ફીને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી કુલપતિની ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફી ઓછી કરવા બાબતે અનેક વખત રજૂઆત અને વિરોધ નોંધાવ્યાં છતાં હજી સુધી કોઇ યોગ્ય કાર્યવાહી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કરવામાં આવી નહતી. જેથી ફરી એક વખત મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે ફી ઓછી કરવા માટે કુલપતીની ઓફિસનો ઘેરાવો કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.