• સિવીડ હોસ્પિટલમાં ઘાયલ આરોપીની સારવામાં મોડુ થવાની ઘટના સામે આવી
  • મોડુ થવા અંગે ફરજ પર હાજર તબિબને પુછવા જતા તેમણે અપમાનિત કરી અધિકારીને કાઢી મુક્યા

સુરત. સિવિલ હોસ્પિટલ થોડા થોડા થોડા દિવસોના અંતરે વિવાદોમાં સપડાયેલી રહે છે. તેમાં પણ ખાસ કરીને દર્દીઓને યોગ્ય સમયે તાત્કાલિક સારવાર ન મળવી અને દર્દીના પરિવારજનો સાથે પણ સિવિલ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના વિવાદોની ડાયરીમાં એક વધુ કેસ નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અછોડો તોડીને બાઈક પર ભાગતા અને તે બાદ રિક્ષા સાથે ભટકાતા આરોપી સાથે અમાનવીય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે.

મંગળવારની બપોરે લગભગ સાડા બાર વાગ્યાના અરસામાં પોલીસ એક આરોપી શબ્બીર કુરેશી (ઉંમર 27 વર્ષ )( રહે ખાટકીવાડ ચોક બજાર) ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ આવી હતી. જ્યારે દર્દીને હોસ્પિટલ એક્સરે વિભાગ અને ટ્રોમા સેન્ટર અને બાદમાં સીટી સ્કેન વિભાગમાં એક્ષરે તથ બે સીટીસ્કેન કરાવ્યા હતા. ગંભીર ઇજા થયા બાદ પણ સબ્બીરને હોસ્પિટલમાં દાખલ ન કરાતા મેડિકલ ઓફિસર આ બાબતે રેસિડેન્ટલ ડોક્ટરને પૂછવા માટે ગયા હતા. જ્યાં રેસિડેન્ટ ડોક્ટર મેડિકલ ઓફિસરને અપમાનિત કરીને કાઢી મુક્યા હતા.

રાત્રીના સમયે આરોપી દર્દીને સિનિયર સાથે વાત કર્યા બાદ રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ દાખલ કરી લીધો હતો. મળતી માહિતી મુજબ રેસિડેન્સીયલ ડોક્ટરની જો હુકમીના કારણે એક આરોપીને નવ કલાક સુધી હોસ્પિટલમાં રઝળપાટ સહન કરવો પડ્યો હતો. આ ઘટનામાં આરોપી સબ્બીર કુરેશી અને તેનો મિત્ર એક સ્કુલની વિદ્યાર્થીની ના ગળામાંથી ચેન તોડીને બાઈક ઉપર ભાગતા હતા. તે દરમિયાન એક રીક્ષા સાથે ભટકાયા હતા. જ્યાં લોકોએ તેને ભેગા મળીને ઢોર માર માર્યો હતો. હાલ પોલીસે શબ્બીર કુરેશી હોસ્પિટલમાં દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud