• બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 20 મુસાફકો ઘાયલ, બંન્ને વાહનના ડ્રાઇર ગંભીર રીતે ઘવાયા
  • હાઇવે પર અકસ્માતને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા
  • નવરાત્રી દરમિયાન પોતાના ગામ ગયેલા મુસાફરોને પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો


સુરત. સોમવારે વહેલી સવારે વલસાડ નજીકના નંદાવલા હાઈવે પર એક ખાનગી બસને ટ્રક સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 થી વધુ મુસાફરો ઇજા પહોંચી હતી. ટ્રક અને બસ ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. રસ્તાના સામે છેડેથી ટ્રકચાલકે બેજવાબદાર રીતે હંકારી બસના આગળના ભાગમાં અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ થી બેંગ્લોર તરફ જતી એક ખાનગી બસને સોમવારે વહેલી સવારે વલસાડ નજીક ગુંદલાવ ચોકડી પાસે મુંબઈ તરફ થી આવતા એક આઈસર ટેમ્પો સાથે અકસ્માત થયો હતો. ડ્રાઈવરને ટ્રક ચલાવતી વખતે અચાનક ઝોકું આવી ગયું હતું. જેના લીધે ટ્રક ડિવાઈડર તોડીને સામે છેડે ચાલતી ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે બસમાં મુસાફરી કરી રહેલા 20 જેટલા મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. બસ ડ્રાઇવર અને ટ્રક ડ્રાઇવરની પણ ગંભીર ઇજા થઇ હતી.

બસ મુસાફરોથી ખચોખચ ભરેલી હતી. તેમજ કેટલાય મુસાફરો કેબિનમાં પણ બેઠા હતા. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે આજુબાજુના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108ની મદદથી ગંભીર લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. તેમજ કેટલાય લોકોને રિક્ષાની મારફતે પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં મુસાફરી કરતા મુસાફરોએ પણ જણાવ્યું હતું કે નવરાત્રિ હોવાથી પોતાના ગામ ગયા હતા હવે નોકરી ઉપર પરત ફરી રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud