• બાકડા પર ઉંઘવા જેવી બાબતે થયેલો ઝગડાનું કરૂણ પરિણામ
  • લોકડાઉન દરમિયાન પત્ની અને બાળકો વતન ગયેલા હોવાથી પ્રમોદ કેટલાય દિવસથી ભીડભંજન ઇન્ડસ્ટ્રી બહાર આવેલ ચાની દુકાન ના બાંકડા ઉપર સૂઈ જતો
  • ઝગડા બાદ કિશનસિંહ અને દિપક ગુપ્તાએ પ્રમોદ ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી તેને સળગાવી દીધો

સુરત. પાંડેસરા વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની બહાર ચાની દુકાનના બાંકડા ઉપર ઊંઘવા બાબતે ચકમક ઝરતાં બે લોકોએ એક યુવકની ઉપર જલદ પ્રવાહી છાંટી તેને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે દાઝેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા ભારત 20 વર્ષીય પ્રમોદ મુસા વિશ્વાસ કે જે ભીડભંજન ઇન્ડસ્ટ્રીઅલ માં સંચા ખાતામાં નોકરી કરે છે. લોકડાઉન દરમિયાન પત્ની અને બાળકો વતન ગયેલા હોવાથી પ્રમોદ કેટલાય દિવસથી ભીડભંજન ઇન્ડસ્ટ્રી બહાર આવેલ ચાની દુકાન ના બાંકડા ઉપર સૂઈ જતો હતો. ૩૦ સપ્ટેમ્બરને રાત્રે જ્યારે પ્રમોદ બાંકડા ઉપર સુવા માટે ગયો તે વખતે કિશન સિંગ અને દિપક ગુપ્તા નામના બે શખ્સોએ બાકડા ઉપર નહીં જોવા બાબતે પ્રમોદ સાથે ઝઘડો કર્યો હતો અને જો બાંકડા ઉપર સુઈ જશે તો તેને જીવતો સળગાવી દેવાની ધમકી આપી હતી.

21,સપ્ટેમ્બરના રોજ રાત્રે એક વાગ્યાના અરસામાં પ્રમોદ જ્યારે બાંકડા ઉપર સૂતો હતો. ત્યારે કિશનસિંહ અને દિપક ગુપ્તાએ પ્રમોદ ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી તેને સળગાવી દીધો હતો. પ્રમોદે પોતાની જાતને બચાવવા માટે બૂમો પાડતા ત્યાંના કારખાના કારીગરો ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને પ્રમોદને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પ્રમોદ નું મોત થયું હતું સમગ્ર ઘટનાની જાણકારી પાંડેસરા પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા. જોકે આગ લગાવીને કિશનસીંગ અને દિપક ભાગી ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud