• લોકોની વધારે અવર જવર ધરાવતા રોડ પર આગની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો
  • અગાઉ મહાવીર કોલેજ રોડ પર બસમાં આગ લાગી હતી
  • જાહેર રસ્તા પર વાહનોમાં આગ લાગવાની ધટનાને પગલે શહેરવાસીઓમાં ચિંતા

સુરત. શુક્રવારે સવારે અડાજણ દીપા કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે સવારે 11 વાગ્યાની આપસાસ પસાર થતી વાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. લોકોની વધારે ચહલ પહલ રહે તેવા રસ્તા પર કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સમગ્ર મામલે કોઇ જાન હાની થઇ ન હતી.

ગુરૂવારે સવારે 11 વાગ્યની આસપાસ સુરતના અડાજણ દીપા કોમ્પ્લેક્સ ચાર રસ્તા નજીક પસાર થતી એક વાનમાં અચાનક આગ લાગી હતી. ચાલકને આગ લાગવાની જાણ થતા તે તુરંત જ ગાડી બહાર નિકળી ગયો હતો. જાહેર રસ્તા પર કારમાં આગ લાગવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાશ્કરોએ તાત્કાલિક વાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સીએનજી વાનમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું.

સવારના સમયે આ રસ્તા પર લોકોની અવર જવર મોટી સંખ્યામાં હોવાને કારણે એક તબક્કે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. અગાઉ પણ શહેરના મહાવીર કોલોજ રોડ પર સિટી લિન્કની મુસાફર ભરેલી બસમાં આગ લાગી હતી. ટુંકા ગાળામાં જાહેર માર્ગ પર વાહનોમાં આગની ઘટનાને લઇને શહેરવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud