• ચા પીવાની સાથે પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રસાય કરતો સુરતનો યુવાન
  • દોસ-ટી ખાતે બિસ્કીટના કપમાં ચા આપવામાં આવે છે. ચા પીધા પછી તમે ખાઇ શકો છો.
  • રાજ્યનું પ્રથમ બિસ્કીટ કપ કેફે સુરત ખાતે શરૂ કરાયું


સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના મિશનને હવે ધીરે ધીરે સફળતા મળી રહી છે. લોકો આ મિશનને સફળ બનાવવા માટે અનોખી રીતે સહયોગ પણ કરી રહ્યા છે. શહેરના હાર્દિક રાવલે ચા રસિકો માટે એક અનોખો અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્લાસ્ટિકના કપમાં ચા પીધા બાદ લોકોથી ચાના કપના ફેંકી દઈને ગંદકી કરવાની માનસિકતાના બદલે, હવે ગુજરાતમાં પહેલીવાર ચા પીધા બાદ આખો કપ ખાઇ શકાય તેવો કોન્સેપ્ટ દોસ-ટી દ્વારા શરૂ કરાયો છે. જેને કારણે શહેરમાં સ્વચ્છતા પણ બની રહે અને લોકોને કંઈક નવો અનુભવ પણ મળશે.

અત્યાર સુધી તમે કાચના ગ્લાસ, પ્લાસ્ટિકના કપ,કુલડીમાં ચા પીધી હશે, પરંતુ સુરતમાં ચાના શોખીન નવો જ કોન્સેપ્ટ લાવ્યા છે. હવે રસિકો ચા પીધા બાદ આખો કપ પણ ખાઈ શકશે. આ કપ સ્પેશિયલ બિસ્કિટના મટિરિયલમાંથી બનાવવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ ગુજરાતમાં પ્રથમ વખત દોસ-ટી દ્વારા લાવવામાં આવ્યો છે. ચા ના શોખીનો માટે આ ખરેખર ખુશ ખબર છે, પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે ત્યારે આ કપમાં ચા પીવાથી ચા ની ચા અને કફને ખાઈ પણ શકાય છે

હાર્દિક રાવલ પહેલા શેર બજાર સાથે જોડાયેલા હતા પરંતુ કોરોનાના સમયમાં આર્થિક નુકસાન સહન કરવા પડવાના કારણે તેમણે આ અનોખો વિચાર અમલમાં મુક્યો છે. દક્ષિણ ભારતમાંથી આ કપ ખાસ મંગાવવામાં આવે છે. ત્યારે હવે ચા સાથે અલગથી બિસ્કીટ લેવાની જરૂર પડતી નથી. કારણકે તમે ચા સાથે બિસ્કીટ પણ માણવા મળે છે. દોસ-ટીમાં ચા પીવાની કિંમત કિફાયતી રાખવામાં આવી છે. જેના કારણે લોકોને નવા અનુભવની સાથે પર્યાવરણને સુરક્ષા પણ મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud