સુરત. કોરોનાની મહામારીમાં તમામ પ્રકારના કામ ધંધા બંધ પડ્યા છે. ત્યારે ઉધના ખાતે રહેતા એન્જિનિયર દંપતી અનલોક બાદ આલુપુરીનું વેચાણ કરતા થઈ ગયા છે. કોરોનાની મહામારીમાં બેરોજગાર બનેલા એન્જીનીયર યુવકે આલુપુરીનું વેચાણ ચાલુ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
કોરોનાવાયરસ ની મહામારીમાં એકાએક પડેલા લોકડાઉન ને કારણે અનેક મોટા માથા અને ભણેલા ગણેલા લોકોને બેરોજગાર બનાવી દીધા છે. ઉધના વિસ્તારમાં સૂફીયાં શેખ રહે છે. અને તેને સારા ભવિષ્ય ની આશા એ એન્જીનીયરિંગનો અભ્યાસ કર્યો હતો. પરંતુ લોકડાઉન ને કારણે તેને સારી જગ્યાએ નોકરી મળી નથી. જેથી તેનામાં નિરાશા વ્યાપી જવા પામી છે.
પરંતુ સ્થિતિના ભરોસે રહેવાની જગ્યાએ એન્જીનીયર સુફિયા શેખે ઉધના રોડ પર એન્જીનીયર આલુપૂરી વેચવાનું શરુ કરી દીધું છે. આ અંગે યુવાનને જણાવ્યું હતું કે મેં અને મારી પત્ની બન્ને એ એન્જીનીયરીંગ કરેલું છે પરંતુ લોકડાઉન ને કારણે અમને સારી જગ્યાએ નોકરી મળી નથી જેથી અમે નિરાશા તો જરૂર થયા છે પરંતુ હિંમત હાર્યા વગર અમે આલુ પુરી ની લારી શરૂ કરી છે.
અમને લારી શરૂ કરતાં પહેલા પણ ઘણી સમસ્યા ઓ નડી છે.ઘણા લોકો એ અમને લારી પણ મુકવા દેતા હતા નહીં.અંતે અમે લારી શરૂ કરી અને ધીરે ધીરે લોકો પણ આવી રહ્યા છે. આમ, આ રીતે એન્જીનીયર દંપત્તિ આત્મનિર્ભર બનવા મહેનત કરી રહ્યું છે.