નાયબ મામલતદાર મહિલાનો ફોન ખોવાયા બાદ 10 મહિના પછી અજાણ્યા શખ્સનો ફોન આવ્યો
ખોવાયેલા મોબાઇલમાંથી મહિલાના ફોટો વિડીયો એડીટ કરી વાઇરલ કરવાની ધમકી આપતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી
ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી
કોઈ પણ વ્યક્તિએ પોતાના ફોનમાં કે સોશિયલ મીડિયા સાથે લીંક એકાઉન્ટમાં તસવીરો અને વીડિયો ન સ્ટોર કરવા જોઈએ - સાયબર ક્રાઇમ, સુરત
સુરત. મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા. ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની ખંડણી માંગી હતી ફરિયાદ બાદ.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
નાયબ મામલતદારે આપેલી પોલીસ ફરિયાદ મુજબ, તેઓ જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલના મેમરી કાર્ડમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટ હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવું સીમકાર્ડ અને ફોન લઈ લીધો હતો. ઘટનાના છેક 10 મહિના બાદ 30-ઓકટોબરે રાત્રીના સમયે એક કોલ આવ્યો હતો અને સામેવાળાએ હિંદી મે બાત કરો એવુ કહેતા મહિલાએ કોલ કટ કરી નાખ્યો હતો. ત્યાર પછી અવાર નવાર કોલ આવતા હતા. મહિલાએ પોતાના બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલના મેમરીકાર્ડમાં હતા.
અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લિલ મેસેજ પણ કર્યો હતો. પછી મહિલાએ તેનું સોશિયલ મીડિયા તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવાર નવાર મેસેજ અને બિભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો. ફોટો ડિલીટ કરવા માટે રૂ. 60 હજારની માંગણી કરી અને નહિ આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. સુરતના મહિલા નાયબ મામલતદારને આ અંગે કડવો અનુભવ થયો હતો. જોકે, તેમણે આ મામલે છેતરાયા બાદ સુરત સાયબર પોલીસ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે મૂળ દિલ્લીનો રહેવાસી અને હાલમાં લીંબાયત વિસ્તારમાં રહેતા નાઝીમ નઈન પટેલ ની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમનો આ ગુનો એવા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. જે લોકો પોતાના મોબાઇલ ફોનમાં અંગત તસવીરો અને વીડિયો બનાવી અને રાખે છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ચેતવણીઓ આપી છે કે, કોઈ પણ વ્યક્તિએ પોતાના ફોનમાં કે સોશિયલ મીડિયા સાથે લીંક એકાઉન્ટમાં તસવીરો અને વીડિયો ન સ્ટોર કરવા જોઈએ.