• સરદાર પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ધામધુમની ઉજવણી કરાઇ રહી છે.
  • સુરજની લાજપોર મધ્યસ્થ જેલમાં સરદાર પટેલની પ્રતિમા મુકાઇ
  • સજા કાપ્યા બાદ ગુનેગારો પાછા જાય ત્યારે તેમનામાં વિચારોનું શુદ્ધિકરણ કરવામાં સરદાર પટેલની પ્રતિમા અને તેમની આ વિચારધારા ખૂબ કામ લાગશે- લાલજી પટેલ, એસપીજી

સુરત. સરદાર પટેલની જન્મ જયંતિની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવી હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એસપીજી ગૃૃપના પ્રમુખ હાજર રહ્યા હતા. અને પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા.

આજે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની સુરત શહેર સહિત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાજપોર ખાતે આવેલી મધ્યસ્થ જેલમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી.

સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા માટે એસપીજી ગ્રુપના લાલજી પટેલ વિશેષરૂપે હાજર રહ્યા હતા. સરદાર પટેલની પ્રતિમા મુકનારી લાજપોર જેલ રાજ્યની પ્રથમ જેલ બની છે. એસપીજીના પ્રમુખ લાલજી પટેલ આ કાર્યક્રમમાં વિશેષ રૂપથી હાજર રહ્યા હતા. જેમણે જણાવ્યું હતું કે જેલમાં આવનાર કેદીઓ માટે સરદારની વિચારધારાનો પાઠ પણ જરૂરી છે. અહીંથી સજા કાપ્યા બાદ ગુનેગારો પાછા જાય ત્યારે તેમનામાં વિચારોનું શુદ્ધિકરણ કરવામાં સરદાર પટેલની પ્રતિમા અને તેમની આ વિચારધારા ખૂબ કામ લાગશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud