સુરતમાં દિવસે ને દિવસે નશાના કાળા કારોબાર પર પોલીસ કાર્યવાહી સામે આવી રહી છે.
શહેરના હિંગળાજ વિસ્તારમાં રહેતા અને કરિણાયાની દુકાનની આડમાં વેચવામાં આવતા અફિણનો જથ્થો પકડાયો
રાજસ્થાનથી લાવવામાં આવતા જથ્થાની વધુ તપાસ હાથ ધરવામાં આવી
સુરત. શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાના દુકાનની આડમાં ગાંજા બાદ અફીણ વેચતા એક ઈસમને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 4.79 લાખની કિંમતનું 4 કિલો અફીણ,અફીણના વેચાણની રકમ 11.80 લાખ, મોબાઇલ સહિત 16.65 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
સુરતમાં થોડા સમય અગાઉ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે એક પછી એક આરોપીને પકડવાનો દોર શરુ કર્યો હતો. ત્યાર બાદ હવે શહેરમાંથી અફીણ પણ ઝડપાયું છે સુરતના ઉધના હિંગળાજ સોસાયટીમાં રહેતો વેપારી 53 વર્ષીય સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત કરિયાણાની દુકાનની આડમાં છેલ્લા 2 વર્ષથી અફીણનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
એસઓજી પીઆઈ ચૌધરી અને પીએસઆઈ જાડેજાની ટીમે શનિવારે મોડી રાત્રે દરોડો પાડી વેપારી પોલીસે 4.79 લાખની કિંમતનું 4 કિલો અફીણ,અફીણના વેચાણની રકમ 11.80 લાખ, મોબાઇલ સહિત 16.65 લાખનો મુદામાલ કબજે કર્યો છે. વેપારીને આ અફીણ રાજસ્થાનથી એક શખ્સ બસમાં સુરત આપી જતો હતો. સ્વરૂપસિંહ એક ગ્રામ અફીણ 2 હજારમાં વેચતો હતો. મોટેભાગે તેની પાસે અફીણ લેવા માટે રાજસ્થાની આવતા હતા. વેપારી ઓળખીતા અને કાયમના ગ્રાહક હોય તેવાને અફીણ પેકેટ બનાવી આપતો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે