સુરત. બે દિવસ પહેલા સરકાર દ્વારા બેન કરાયેલી પબજી ગેમ રમવા માટે ઇન્ટરનેટ પુરૂ થઇ જતા પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પુત્રએ પિતાને ચપ્પુ વડે ઘાયલ કર્યા હતા. ઘટનાના બે દિવસ બાદ પોલીસે પુત્રની ઘરપકડ કરી હતી. મોબાઇલ ગેમ રમવા બાબતે થયેલી માથાકુટ સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે.
શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધીરહ્યું છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા અને મૂળ ભરૂચના જંબુસરના રહેવાશી ભાઇલાલભાઈ કારાભાઇ માળી તેમના પત્ની દરિયાબેન, બે દીકરા ઉમેશ અને અનિલ સાથે રહીને ડ્રાયવર તરીકે કામ કરે છે. તેમના બન્ને દીકરા મજૂરી કરે છે. ભાઇલાલ ભાઈના નાનો દીકરો ઉમેશને મોબાઈલમાં ગેમ રમવાની આદત હોય મોબાઈલમાં રિચાર્જ પૂરું થઇ ગયું હતું. જેથી તે મોબાઈલમાં પબજી રમી ન સકતા તેણે પિતા પાસે રિચાર્જ કરવા પૈસા માંગ્યા હતા. પિતાએ પૈસા ના આપતા ઉમેશે ઘરમાં માથકૂટ કરીને ઉશ્કેરાઈ જઈને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. અને માથા અને શરીરના ભાગે ઇજા પહોંચાડી હતી.
ઘરમાં હાજર બીજા દીકરા અનિલે પોતાના પિતાને ઉમેશની હેવાનિયત માંથી છોડાવ્યા હતા. ઉમેશ પિતા પર હુમલો કરી ઘરેથી ભાગી ગયો હતો. હાલ ભાઈલાલભાઈ ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને લીંબાયત પોલીસે ફરિયાદ નોંધી ને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં પિતા પર જીવલેણ હુમલો કરનારા પુત્ર ઉમેશને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કળિયુગી પુત્રે મોબાઈલમાં ગેમની લતના કારણે પોતાના જ પિતા પર હુમલો કરતા હાલ યુવાધન ખોટા રસ્તે વળી ગયું હોવાનું દેખાઇ આવે છે.