સુરત. દેશમાં કોરોના મહામારી દરમિયાન સરકારે લોકડાઉન જાહેર કરતા લાખો લોકોને બે ટક ભોજન માટેના પણ વલખા પડી ગયા હતા. જેમાં સુરત શહેરમાં લાખો પરપ્રાંતીયોને સામાજિક સંસ્થાઓ દ્વારા બે ટક ખીચડી અને કઢી ખવડાવવામાં આવી હતી. જે સેવાભાવી કામગીરીની ખુબ જ સરાહના પણ થઇ હતી. પરંતુ આ સેવાભાવી સંસ્થાઓને સુરત મહાનગરપાલિકાએ આ ખીચડી ખવડાવવાના કરોડોના બિલ પાસ કરાવી લીધાની વાત પ્રકાશમાં આવતા હાલ આ ખીચડી કૌભાંડ ચારેબાજુ ગાજ્યુ છે.
લોક ડાઉન દરમ્યાન સુરતની સેવાભાવી સંસ્થાઓએ લાખો લોકોને બે ટાઈમ ખીચડી ખવડાવી હતી.આ ખીચડી ખવડાવવા માટે સુરતની કેટલીક સંસ્થાઓએ 15 કરોડ રૂપિયાના મસમોટા બિલ પાસ કરાવી લીધા છે. જે બાબત સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી માંગતા સમર્ગ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં 8 જેટલી સંસ્થાઓએ 15 કરોડ રૂપિયાના બીલો મહાનગરપાલિકાના અધિકારીઓ ના મેળાપીપણામાં પાસ કરાવી લીધાનું ધ્યાને આવતા સુરત યુથ કોંગ્રેશ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે લોકો પાસે ઉઘરાણું કરીને ખીચડી બનાવી તે ખીચડીનું વિતરણ કરીને અનોખી રીતે આ ખીચડી કૌભાંડનો વિરોધ કર્યો હતો.
https://youtu.be/OWdOF4ezFrg
યુથ કોંગ્રેસના સભ્યોએ ભેગા મળીને મહાનગરપાલિકાના અધિકારીઓને પણ ખીચડી આપીને આ મામલે તેમની સંદિગ્ધ કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. જો કે આફત ને અવસરમાં ફેરવીને કરોડો રૂપિયાના બિલ પાસ કરાવ્યાના આ ખીચડી કૌભાંડમાં એસએમસીની કામગીરી સામે પણ સવાલો ઉભા થાયછે