- વહીવટી તંત્રની ગંભીર બેદકારીનો વિડિયો વાઈરલ થયો, ટેસ્ટીંગ વધારે અને આંકડા ઓછા બતાવવા માટે ખેલ કરાયો હોવાની ચર્ચા
- – GJ-05-BZ-4611 નંબરની ગાડીમાં કર્મચારી ટેસ્ટ કર્યા વિના જ કીટને કચરામાં પધરાવી રહ્યાં હોવાની વાત બાદ તપાસના આદેશ
WatchGujarat. સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતાં ધન્વન્તરી રથમાં એન્ટીજન ટેસ્ટની કીટનો જરૂરીયાતમંદ લોકો માટે ઉપયોગ કર્યા વિના કચરામાં પધરાવી દેતા હોવાનો વિડિયો વાઈરલ થયો હતો. જેને પગલે તંત્રની બેદરકારી સામે આવી હતી. ધન્વન્તરી રથમાં એન્ટીજન ટેસ્ટ કીટમાં પ્રવાહી ઉમેરીને તેનો નાશ કરવામાં આવી રહ્યાં હોવાનું બહાર આવ્યું હતું. ટેસ્ટીંગની સંખ્યા સામે પોઝીટીવ કેસનો રેશિયો ઓછો દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. વિડીયો વાઇરલ થતા સ્થાનિક વહીવટી તંત્રએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
SMC દ્વારા કોરોના સંક્રમણને અટકાવા માટે મોટી સંખ્યામાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ટેસ્ટીંગનો વ્યાપ વધારવા માટે અલગ અલગ જગ્યાઓએ ડોમ બનાવીને વિશેષ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જોકે, આ ટેસ્ટ કરવાની કામગીરીમાં ખોટા આંકડા દર્શાવવા માટે ટેસ્ટ કર્યા વિના જ કીટનો નાશ કરવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાઇરલ થયો છે. તંત્રની બેદકારીના કારણે સુરતના એક ધન્વનતરી રથમાં કીટનો દુરપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદ બહાર આવી છે. #Surat
Surat કતારાગમના ધન્વન્તરી રથના નામે એક વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો છે જેમાં GJ-05-BZ-4611 નંબરના ધન્વતરી રથમાં અનેક ટેસ્ટ કીટને ચેકીંગ કરાયા વિના જ પાણીમાં ડુબાડીને કીટને ફેંકી દેવામાં આવતી હોવાનું દર્શાવાવમાં આવી રહ્યું છે. જો કે આ વિડીયો અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી.