• કીમ અને કોસંબાની 4 ફેક્ટરીઓમાં કાર્યવાહીમાં મીટરની ચકાસણી કરતા ફેક્ટરીઓએ રૂ 2.89 કરોડની વીજ ચોરી પકડાઇ
  • ટીમને ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ રીતે વીજ મીટરો બળેલી હાલતમાં મળી આવ્યા
  • ખાનગી મીટર રિડિંગ કરતી કંપનીઓના કર્મચારીઓની વિજ ચોરી કૌભાડમાં શંકાસ્પદ ભુમીકા સામે આવી

#Surat - ઔદ્યોગિક વિસ્તારમાં વિજીલન્સની ટીમનો સપાટો, રૂ. 2.89 કરોડની વિજચોરી પકડાઇ
WatchGujarat. Surat – દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે કરોડો રૂપિયાની વીજ ચોરીના કોભાંડનો પર્દાફાશ કર્યો છે. કીમ અને કોસંબાની 4 ફેક્ટરીઓમાં કાર્યવાહીમાં મીટરની ચકાસણી કરતા ફેક્ટરીઓએ રૂ 2.89 કરોડની વીજ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. કંપનીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વિજીલન્સ ટીમને ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ રીતે વીજ મીટરો બળેલી હાલતમાં મળી આવતાં વીજ ચોરીની શંકાએ તેને કબજે લીધા હતા.

ડીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા ગત મહિનાઓમાં કોસંબા સબ ડિવિઝનમાં સાયણ અને કીમ ડિવિઝનમાં કેટલિક ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ રીતે વીજ મીટરો બળેલી હાલતમાં મળી આવતાં વીજ ચોરીની શંકાએ તમામને કબજે લીધા હતાં. તેમજ બે થી ત્રણ કંપનીઓમાં 10 થી લઈને 50 હજાર સુધીના યુનિટ પેન્ડિંગ મળી આવ્યા હતા. ડીજીવીસીએલ દ્વારા ખાનગી મીટર રિડિંગ કરતી કંપનીઓના કર્મચારીઓ દ્વારા વીજ ચોરીનું કૌંભાડ કરવામાં આવતું હોવાથી ઔદ્યોગિક એકમોમાંથી તેમને મીટર રિડિંગ કરી બિલ બનાવતાં બંધ કરવામાં આવ્યા હતા. અને જેની વીજ ચોરીની તપાસ શરૂ કરવામાં આવી હતી .

તપાસમાં હાલ સાયણ કીમ અને કોસંબામાં કૌભાંડ કરનારાઓ સામે ફરિયાદ દાખલ થવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોય તે વચ્ચે કીમ અને કોસંબાની વધુ 4 ફેક્ટરીઓમાં જે બંધ મીટર ઝડપાયા હતાં. તેનું લેબ પરિક્ષણ અને કંપનીના પરિક્ષણ બાદ મીટરને જાણી જોયને બંધ કરી વીજ ચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે . જે અંગે કોસંબા સબડિવિઝનના ડે . ઈજનેર પી . કે . ચૌધરીએ કોસંબા સબ ડિવિઝનમાં આવેલ ઈ . બાયોકોલ કંપનીને કમ્પાઉન્ડ ચાર્જ સાથે રૂ. 48 લાખ વીજ ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું છે . સ્ટાર પ્રોફાઈલ નામનીને રૂ. 1.33 કરોડ રૂપિયાનું બિલ ફટકાર્યું છે . વૃંદાવન પ્લાસ્ટિક નામની કંપનીને કુલ રૂ. 62 લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું હતું.

કીમ ડિવિઝનની માહિતી આપતાં ડે . ઈજનેર ઘનશ્યામ સેખલિયાએ જણાવ્યું હતું કે રોહિત સિલ્ક મિલને કુલ રૂ. 46 લાખનો વીજ ચોરીનો દંડ ફટકાર્યો છે . તેમનું મીટર પણ બંધ હાલતમાં મળી આવ્યું હતું . ચકાસણી દરમિયાન વીજ ચોરી ઝડપાય હતી , કીમ અને કોસંબા સબ ડિવિઝનમાં કુલ 2.89 કરોડ રૂપિયા વધુની મીટર ડિસપ્લે ફૂંકી મારી વીજ ચોરીનો ઘટસ્ફોટ થતાં વીજ ચોરી કરતાં ઓદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપ્યો છે .

More #Vigilance team #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud