• સાઢુ ભાઇ બિલ્ડર હોવાને કારણે રત્ન કલાકારની પત્ની તેને ટોણા મારતી રહેતી 
  • ટોણા મારતા બાદ સમય જતા ઘરકંકાસ શરૂ થયો
  • આખરે રત્નકલાકાર બન્યો વાહનચોર

સાઢુ ભાઇ વધારે કમાય છે, તમે શું કરો છો - પત્નીના ટોણાથી ત્રસ્ત પતિ બન્યો ચોર

WatchGujarat. સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક રત્નકલાકારને તેની પત્નીએ સાઢુભાઈ વધારે કમાય છે તમે શું કરો છો. તેવો ટોણો મારતી હતી. ટોણાથી ત્રસ્ત બનેલો રત્નકલાકાર ચોરીના રવાડે ચડી ગયો હતો. એક પછી એક 30 બાઈકની ચોરી કરી લીધી હતી. આખરે સુરત ક્રાઈમ બ્રાંચના હાથે આરોપી ઝડપાઈ ગયો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચના હાથે એક એવો આરોપી ઝડપાયો છે કે જેણે એક નહિ બે નહિ પરંતુ 30 બાઈકોની ચોરી કરી છે. અને આ ચોરી તેણે પત્નીના ટોણા અને કંકાસથી કંટાળીને કરી છે. મામલા અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બળવંત ચૌહાણ મુળ ભાવનગરનો વતની છે અને સુરતમના ઉત્રાણમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેના સાઢુભાઈ બિલ્ડર હોવાથી વધારે કમાણી કરતો હોય અને રત્નકલાકાર પતિ ઓછું કમાતો હોવાથી પત્નીના શોખ પુરા કરી શકતો ન હતો.

જેથી બળવંતની પત્ની કંકાસ કરતી હતી. પત્નીના શોખ પુરા કરવા ઉત્રાણનો રત્નકલાકાર પતિ વાહનચોરીના રવાડે ચઢયો હતો. ક્રાઇમબ્રાંચે શનિવારે વરાછા હીરાબાગ સર્કલ પાસેથી રત્નકલાકારને ચોરીની બાઇક સાથે પકડી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીની 30 બાઇકો કબજે કરી હતી .ક્રાઇમબ્રાંચે પકડેલા 37 વર્ષીય બાઇકચોર બળવંત વલ્લભ ચૌહાણ ઉત્રાણ ગામમાં ગોપાલક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહે છે.

બાઇક ચોરી કરવામાં દુપ્લીકેટ ચાવી મદદગાર

2017માં રત્નકલાકાર બળવંત ચૌહાણે પ્રથમવાર બાઇક ચોરી કરી હતી. અત્યાર સુધીમાં તેણે 30 બાઇકોની ચોરી કરી છે. મોટે ભાગે તેણે સ્પેલેન્ડર બાઇક ચોરી કરી છે. ચોરીની બાઇકો તેણે ઉત્રાણ તાપી ઓવરબ્રીજના ભાગે ખુલ્લામાં મુકી રાખી હતી. ચોરીની બાઇકો વેચવા માટે ફરતો પરંતુ આરસી બુક અને બાઇકના કાગળો ન હોવાથી કોઈ લેવા તૈયાર ન હતું. આથી તેણે તમામ બાઇકો ભંગારમાં વેચવાનું નક્કી કર્યુ હતું. જો કે તે પહેલા ક્રાઇમબ્રાંચના હાથે પકડાય ગયો હતો. બપોરના સમયે હીરાના કારખાનામાં કારીગરો જમીને કારખાનામાં જતા રહે પછી બળવંત પાર્કિગમાંથી ડુપ્લિકેટ ચાવીથી બાઇક ચોરી કરતો હતો. ઉપરાંત તેણે શોપિંગ કોમ્પલેક્ષના પાર્કિગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

સાઢુ ભાઇ વધારે કમાય છે, તમે શું કરો છો - પત્નીના ટોણાથી ત્રસ્ત પતિ બન્યો ચોર

કયા વિસ્તારમાંથી કેટલી બાઇક ચોરવામાં આવી

રત્નકલાકાર બળવંત ચૌહાણે કાપોદ્રા – 8, વરાછા – 11, અમરોલી – 2, કતારગામ – 7 તેમજ મહીધરપુરાઅને સચીન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી એક-એક બાઇક મળી કુલ 30 બાઇકોની ચોરી કરી છે. ચોરીની બે બાઇકો અગાઉ તેણે તેના મામાના દિકરા કાનજી મકવાણાને ભાવનગરમાં વેચી હતી. ભાવનગર પોલીસે બળવંતના મામાના દીકરાને ચોરીની બાઇકો સાથે પકડયો ત્યારે તેનું નામ ખુલ્યું હતું. પછી બંને બાઇકો વરાછા અને અમરોલી પોલીસની હદમાંથી ચોરી કર્યાની વાત સામે આવી હતી. જેથી વરાછા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં બળવંત ચૌહાણ વોન્ટેડ હતો.

More #સાઢુ ભાઇ #Wife #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud