• બાતમીના આધારે બે ઈસમોને દેશી બનાવટની બે પિસ્ટલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા
  • પુછપરછમાં આરોપીઓએ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓપર ફાયરીંગ કરનાર કુખ્યાત ગેંગના તેમજ સુરતમાં હથીયાર બતાવી મહિધરપુરા વિસ્તારમાં લુટ કરી હોવાની કબુલાત કરી
  • બંન્ને આરોપીઓ સામે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

#Surat - 2008માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરીંગ કરનાર અને હીરા ચોરીનો પ્લાન બનાવનાર પિસ્તોલ સાથે ઝડપાયો

WatchGujarat. DCB પોલીસે બાતમીના આધારે બે ઈસમોને દેશી બનાવટની બે પિસ્ટલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓપર ફાયરીંગ કરનાર કુખ્યાત ગેંગના તેમજ સુરતમાં હથીયાર બતાવી મહિધરપુરા વિસ્તારમાં લુટ કરી હોવાની કબુલાત કરી હતી. #Surat

DCB પોલીસનો સ્ટાફ સુરતમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે વેળાએ બાતમી મળી હતી કે, બે ઈસમો પિસ્ટલ સાથે સુરત શહેરમાં ફરી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિંહ લલિત રાજપૂત અને વનેસીહ દુર્જનસિહ રાજપૂત નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને ઇસમો પાસેથી બે પિસ્ટલ તથા ૩ જીવતા કાર્ટીઝ મળી કુલ રૂ. 20 હજારની મત્તા કબજે કરી હતી.

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિહ પોતાના ગેંગના સાગરિત અમરસિહ ઉર્ફ્ર અમ્મુ રાજપૂત તથા બીજા ઈસમો સામે મળી સુરતના મહિધરપુરા સુમુલ ડેરી રોડ ખાતેના બંગલામાં ઘરફોડ ચોરીનો કરી હતી. તેમજ રાજસ્થાન ખાતે આવેલા પીણવાડામાં પોતાના સાગરીત દેવીસીહ નામના ઇસમ સાથે મળી પિસ્ટલ વેચાણ કરવા જતા સાગરિત ઝડપાયો હતો અને તે ફરાર થઇ ગયો હતો. #Surat

અન્ય આરોપી વનેસીહ રાજપૂતની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે લુંટ કરવાના ઈરાદે સુરતમાં આવ્યો હતો અને મહિધરપુરા ખાતે આવેલી હીરાની ઓફિસમાં લુટ કરી હતી. આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુ પીણવાડા અને ડીસીબી પોલીસ મથકમાં આમસ એક્ટ હેઠળ સંડોવાયેલો હતો તેમજ મહિધરપુરામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. જ્યારે આરોપી વનેસિહ મહિધરપુરા, ડીસીબી પોલીસ મથકમાં આમસ એક્ટ હેઠળ સંડોવાયેલો હતો. પિંન્ટુને પકડવા માટે અમદાવાદમાં વર્ષ 2008માં ક્રાઇમ બ્રાન્ચની ટીમ નરોડા વિસ્તારના એક ફ્લેટમાં પહોંચી હતી. ત્યારે પિન્ટુએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. #Surat

આ ઉપરાંત આરોપી સુરત તેમજ અન્ય રાજ્યોમાં કુલ 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે. અને તેઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર ફાયરીંગ પણ કર્યું હોવાની કબુલાત કરી છે. હાલ ડીસીબી પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

More #Crimebranch #Dimond #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud