ભુષણ અને તેની ટોળકીનો ધોળા દિવસે ભારે આતંક
રાજેશને ગોળી ન વાગતા તેને ચપ્પુ મારી દીધું
WatchGujarat. સુરતમાં ગેંગવોર શરૂ થઇ હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ગતરોજ ડિંડોલીમાં અલગ અલગ ગેંગના માણસો સામ - સામે આવી જતા માહોલ તંગ બન્યું હતું. જેમાં એક ગેંગના માણસોએ સરેઆમ બંદુક બતાવીને જાહેરમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી.
ડિંડોલી-લિંબાયતમાં બદમાશોનો આતંક વધતો જાય છે. ભુષણ નામના ટપોરીની ટોળકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ડિંડોલીં ચિંતાચોકમાં ગતરોજ બપોરે ફાયરિંગ કર્યા બાદ ભુષણની ટોળકીએ લિંબાયતમાં યુવકને પિસ્તોલ બતાવીને ખંડણી માંગી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ડિંડોલી-લિંબાયત માં ભુષણ અને તેની ગેંગના દિપક,ગોપાલ અને ઉજ્વલનો ભારે આતંક છે. મુળ ભુષણની બંટી દયાવાન સાથે દુશ્મની છે.
મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ભુષણની ટોળકીએ નવાગામની ચિંતા ચોક પાસે બંટીના સાગરિત રાજેશ પર ફાયરિંગ કર્યું હતું. રાજેશને ગોળી ન વાગતા તેને ચપ્પુ મારી દીધું હતું. ભુષણ તેની ગેંગ સાથે લિંબાયતના રંગીલા નગર વિસ્તારમાં ગયો હતો.જ્યાં ચીકો માળી નામના યુવકને ધમકી આપીને ખંડણી માંગી હતી. ચીકોએ રૂપિયા ન આપતા તેને પિસ્તોલ બતાવી હતી. જો કે આ સમયે લોકો ભેગા થઈ જતા ભુષણ અને તેની ટોળકી નાસી ગઈ હતી.
ચીકોએ પોલીસને કોઈ માહિતી આપી ન હતી. પરંતુ ઘટના સમયે એકત્રિત થયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી લિંબાયત પોલીસ રંગીલા નગર પહોંચી હતી. મોડી રાત્રે ડિંડોલી પોલીસે હત્યાની કોશિશનો અને લિંબાયત પોલીસે ખંડણી માંગવાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી ભુષણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને પહેલા હત્યાની કોશિષ જેવા ગંભીર ગુનામાં ઝડપાઈ ગયો હતો.
ઘટના બાદ રાજેશે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ડીંડોલી પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.