આયુર્વેદિક સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
પુણા પોલીસે ડમી ગ્રાહક બની ખરાઈ કરી હતી અને બાદમાં દરોડો પાડ્યો
WatchGujarat. સુરતમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. પુણા પોલીસે ડમી ગ્રાહક બની ખરાઈ કરી હતી અને બાદમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી હતી. જયારે સંચાલક દંપત્તિને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. #Surat
મળતી માહિતી પ્રમાણે, પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજના આધારે પુણા પોલીસે ગતસાંજે એક ડમી ગ્રાહક સ્પામાં મોકલી ખરાઈ કરી હતી. ત્યારબાદ આઈમાતા ચોક સ્થિત અભિલાષા હાઈટસમાં કુંજન સોનોગ્રાફી સેન્ટરની બાજુમાં આવેલા આયુર્વેદા સ્પામાં છાપો માર્યો હતો. પોલીસને સ્પામાંથી બે મહિલા મળી આવી હતી. તેમની પૂછપરછના આધારે પોલીસે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતા સ્મીત સંજયભાઈ પટેલ ને તેમના આઈમાતા રોડ રાજમંદિર પેલેસ સ્થિત બીજા સ્પા ખાતેથી લાવી પૂછપરછ કરાઈ હતી.સ્પાના
મેનેજરની કડકાઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સ્પાનું સંચાલક કતારગામ ખાતે રહેતું દંપત્તિ સોનલબેન-અજયભાઈ મેઘવાણી છે. તેઓ સ્પામાં મસાજ કરાવવાના બહાને ગ્રાહકને શરીરસુખ માણવા માટે સવલતો પુરી પાડતા હતા. ગ્રાહક પાસેથી 1000 લઈ મહિલાને 500 આપતા હતા. પુણા પોલીસે સ્પામાંથી રોકડા 2340 રૂપિયા, 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી મેનેજર સ્મીત પટેલની ધરપકડ કરી હતી અને મેઘવાની દંપત્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
More #Ayurvedic Spa #Sex Racket #Busted #Police Raid #Surat News