• ગેસની બોટલોમાં વજન કરતા 30 કિલોની જગ્યા પર 27 કિલો જ ગેસનું વજન જોવા મળ્યું હતું
  • કતારગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેસ સીલીન્ડરમાં આચરાતી ગેરરીતી ઝડપી પાડી

#Surat - રાંધણ ગેસના બોટલમાં ગેરરીતી : ઓછો ગેસ આપી પુરા પૈસા વલુસવાનું કૌભાંડ

WatchGujarat. સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેસ સીલીન્ડરમાં આચરાતી ગેરરીતી ઝડપી પાડી છે. ગેસની બોટલોમાં વજન કરતા 30 કિલોની જગ્યા પર 27 કિલો જ ગેસનું વજન નીકળ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કતારગામના જે.કે.નગર અને ઉદય નગરમાં દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી.

#Surat - રાંધણ ગેસના બોટલમાં ગેરરીતી : ઓછો ગેસ આપી પુરા પૈસા વલુસવાનું કૌભાંડ

સુરતમાં ગેસની બોટલોમાં ગેરરીતી આચરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સુરતમાં આમ આદમી પાર્ટીએ કતારગામ વિસ્તારમાં આવેલા જે.કે.નગર અને ઉદયનગરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ડીલીવરી કરવા આવેલા લોકો પાસેથી ગેસની બોટલ લઇ સીધો વજન કરવામાં આવ્યો હતો. જેમાં 30 કિલોની જગ્યા પર માત્ર 27 કિલો જ ગેસ નીકળ્યો હતો. #Surat

આમ આદમી પાર્ટીના દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમને જાણ થઇ હતી કે ગેસની બોટલોમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે. અને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેથી આજે ઉદય નગર અને જે.કે.નગરમાં રેડ કરાઈ હતી. જેમાં દરેક બાટલાની અંદર ૨ કિલો ગેસ ઓછો અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. અને ગેસ એજન્સી સામે કડક પગલા ભરાઈ તેવી માંગ કરાઈ છે.

More #Surat #Indane #Gas bottle #Scam #Deliver #less #quantity #AAP #Katargam #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud