મહિધરપુરા પોલીસે કોન્સ્ટેબલ પતિ, સાસુ-સસરા અને બે નણંદની ધરપકડ કરી હતી
કોર્ટે પતિના 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા
આગામી સમયમાં મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા
WatchGujarat. મહિલા PSI અમિતા જોશીના આપઘાત મામલે પોલીસે પતિ સાહિત સાસરિયાઓની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલામાં પોલીસે PSI ની ખોવાયેલી ડાયરી અને તેના પતિના અનૈતિક સબંધ મામલે પણ તપાસ કરી રહી છે. માતા પોલીસમાં ફરજ બજાવી રહી હતી ત્યારે અનેક વખત પુત્ર પોલીસ સ્ટેશનમાં આવ્યો હશે. જો કે તેમના મોત બાદ પોલીસ સ્ટેશનમાં આવતા પુત્ર પિતાની હાજરીમાં પણ રડી પડ્યો હોય તેવો દ્રશ્યો સર્જાતા હતા.
સહારા દરવાજા નજીક ફાલસાવાડી પોલીસ લાઇનમાં રહેતા ઉધના પોલીસ સ્ટેશનના PSI અમિતા બાબુભાઇ જોષી દ્વારા સર્વિસ પિસ્ટલમાંથી પેટમાં ગોળી મારી આપઘાત કરવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં ગતરોજ મહિધરપુરા પોલીસે કોન્સ્ટેબલ પતિ, સાસુ-સસરા અને બે નણંદની ધરપકડ કરી છે. પોલીસે પાંચેય લોકોને કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કર્યા હતા. જ્યાં વૈભવના 25 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આ મામલે પોલીસ આગામી દિવસોમાં મહિલા પી.એસ.આઈ.ની ડાયરીમાં લખાણ, તેની મિસિંગ ડાયરી અને પતિના અનૈતિક સબંધ, બનાવ બન્યો ત્યારે વૈભવની હાજરી તેમજ અમિતા અને વૈભવના મિલકત બાબતે તપાસ કરશે. સમગ્ર મામલે આગામી દિવસોમાં આ મામલે ચોકાવનારા ખુલાસા થઇ શકે છે
બાળકને સાચવવાને લઈને પ્રશ્નો ઉભા થયા
અમિતા જોશીને સાડા ચાર વર્ષનો એક બાળક છે. બાળકે માતાની છત્રછાયાતો ગુમાવી દીધી છે. તો બીજી તરફ પિતા અને દાદા દાદી પણ જેલમાં છે. ત્યારે આ બાળકને સાચવવાને લઈને પ્રશ્નો ઉભા થયા હતા. કારણકે બાળક તેના પિતા અને દાદી પાસે જ રહેવાની જીદ કરે છે. બાળકને અમિતા જોશીની બહેન લેવા આવી હતી. પરંતુ બાળક તેની પાસે ગયો ન હતો. જેથી તેની બહેન પણ પોલીસ મથકમાં ચોધાર આંસુએ રડી પડી હતી.
અમિતાની બહેન કાજલ જોશીએ કહ્યું કે, અમારી બહેનની એક જ નિશાની છે. આ લોકો જેલમાં છે, ત્યાં સુધી અમે બાળકી સાર સંભાળ રાખવા તૈયાર છીએ. પછી કોર્ટ જે નિર્ણય લે તે અમને મંજુર છે. બાળક હાલ પોલીસ મથકમાં જ છે. અને બાળકને સાચવવાને લઈને પ્રશ્નો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, અમિતા જોષીએ લાલચુ સાસરિયાઓ અને લફડાબાજ પતિ વૈભવના ત્રાસથી ત્રાસી આત્મહત્યા કરતા પિતા બાબુભાઈ જોષીએ પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ ફરિયાદ આપતા વૈભવ સિવાયના આરોપી જ્યુ.કસ્ટડીમાં છે. જ્યારે વૈભવ 2 દિવસના રિમાન્ડ પર છે.
More #Surat #PSI #murder case #Son #remine #with father #Gujaratinews #Watchgujarat