કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે રાષ્ટ્રીય પોષણ માસ ની ઉજવણી ઓનલાઇન વોટસઍપ માધ્યમથી કરવામાં આવી
ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી પાૈષ્ટીક વાનગીઓ રજૂ કરી હતી.
નવસારી.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે રાષ્ટ્રીય પોષણ માસ ની ઉજવણી ઓનલાઇન વોટસઍપ માધ્યમથી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રથમવાર અલગ નવો પ્રયાસ હાથ ધરી ડિજીટલ વોટસઅપ માધ્યમથી વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રની કુલ-૪૩ બહેનોઍ ભાગ લીધો હતો. વાનગીઓનું પ્રેઝન્ટેશન સંચાલક મંડળના સભ્ય શ્રીમતી પ્રફુલાબેન દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
જેમાં પોષણયુકત તેમજ ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી વાનગીઓ જેવી કે, ફણગાવેલા કઠોળના સલાડ, સીંગદાણાની ચીકી, મકાઇનું શાક, બીટનો હલવો, લીલા મગની ટીકકી, બાલભોગ ચીકી, સરગવાનો રોટલો, વેજીટેબલ હાંડવો, રાગી ઇડળા, રીંગણનો ઓળો, હરબલ સૂપ, મિક્ષ કઠોળ ઢોકળા, સોયાબીન કબાબ, અળવી પાનના ઇડદા અને પ્રોટીન સલાડ વિગેરે પોષ્ટીક વાનગીઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.સી.કે.ટીંબડીયાઍ જણાવ્યું હતું કે, બહેનોના આ સુંદર પ્રયાસ બીજા જિલ્લાઓને પણ પ્રેરણારૂપ બની રહેશે. ભાગ લેનાર તમામ બહેનોને શુભેચ્છા પાઠવી હતી.આ વાનગીઓના મૂલ્યાંકનમાં વ્યારા કેવીકેના વૈજ્ઞાનિક શ્રીમતી આરતીબેન સોની, ડેડીયાપાડા કેવીકેના શ્રીમતી મીનાક્ષીબેન તિવારીઍ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે કર્યુ હતું.