દારૂડિયા પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
બપોરે દારૂ પી ઘરે આવેલા અનિલએ કોઈ વાત પર માથાકુટ કરતા તેની પત્ની મીના વચ્ચે ઝઘડો થયો
WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દારૂડીયા પતિ પર પત્નીએ બ્લેડથી હુમલો કરી 5 ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત દારૂડિયા પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં આ ઘટના સાંભળી ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા હતા
મૂળ મહારાષ્ટ્રના ધુલિયાનો અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો અનિલ હાલ રીક્ષા ચલાવે છે. તેને દારૂ પીવાની ટેવ છે જેને લઈને અવાર નવાર ઝગડાઓ થયા કરે છે. આજે ભર બપોરે દારૂ પી ઘરે આવેલા અનિલએ કોઈ વાત પર માથાકુટ કરતા તેની પત્ની મીના વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ વાત ઉગ્ર બની જતા મીનાએ બ્લેડ વડે પતિના ગાલ અને ગળા સહિત હાથ પર ઘા માર્યા હોવાની વાત સામે આવી છે. જોકે, સિવિલમાં સારવાર લઈ રહેલા અનિલની તબિયત સાધારણ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. ઘા ઉડા હોવાછતાં કોઈ જાનહાની જેવી ઇજા ન હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.
ઘરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી પત્ની મીનાને પતિની દારૂ પીવાની કુટેવ અને ત્યારબાદ થતા ઝઘડા માનસિક તણાવમાં મૂકી દેતા હોવાની વાત બહાર આવી છે. એટલું જ નહીં પણ દારૂ પી ધમાલ કરતા અનિલ પર પત્ની મીનાએ અગાઉ પણ 3-4વાર આવા હુમલા કર્યા હોવાનું ઇજાગ્રસ્તની માતાએ જણાવ્યું છે.
More #દારૂ #Wife #hit #drunk #husband #with bled #Surat #Gujaratinews #Watchgujarat