રત્નકલાકારની પત્ની સાથે પાડોશીએ દુષ્કર્મ આચરી વિડીયો બનાવ્યો
વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને સંબંધ બાંધવા દબાણ કરવાનો પ્રયાસ
દબાણથી ત્રાસીને રત્ન કલાકારના પરિવારે ઘર બદલ્યું
તેમ છતાં નરાધમે પરિણીતા પર દબાણ બનાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા
WatchGujarat. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની અઢી વર્ષ અગાઉ ઘરે એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી તેની સાથે દુષ્કર્મ કરનાર પાડોશી યુવાને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો કે, પરિણીતા તેને તાબે થઈ ન હતી અને પતિને અહીં રહેતા ફાવતું નથી તેમ કહી સ્થળે રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાર બાદ પણ પાડોશી યુવાન ફોન કરી માંગણી કરતો હોય પરિણીતાએ છેવટે પતિને જાણ કર્યા બાદ પાડોશી યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની સુરતના સરથાણા વિસ્તારમાં 33 વર્ષીય રત્નકલાકાર તેની પત્ની અને પુત્રી પુત્ર સાથે રહે છે. વર્ષ 2016 માં તેમણે યોગીચોક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા અજય ગોયાણી સાથે ઓળખાણ હોય એકબીજાના ઘરે અવરજવર હતી. દરમિયાન, વર્ષ 2018 ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના મોટાભાગના રહીશો વતન ગયા હતા અને પરિણીતાના બંને બાળકો પણ નાનાના ઘરે વતન ગયા હતા. પરિણીતાના પતિ કામ માટે બહાર ગયા હતા. ત્યારે અજય ઘરે આવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું.
મોબાઈલમાં વિડીયો ઉતારી ધમકીઓ આપી
અજયે તેનો વિડીયો મોબાઈલમાં ઉતારી આ વાત કોઈને કરીશ તો વિડીયો વાયરલ કરીશ તેવી ધમકી આપતા પરિણીતા બનાવની જાણ પતિને પણ કરી નહોતી. ત્યાર બાદ અજય મહિલાને અવારનવાર ફોન કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.
પરિણીતાએ ઘર પણ બદલ્યું હતું
જો કે, પરિણીતા તેને તાબે થઈ ન હતી. તેની હેરાનગતિથી કંટાળી પરિણીતા પતિને પાંચમા માળે રહેતા ફાવતું નથી તેવું કહી ઘર પણ બદલ્યું હતું. અને માલિકીનો ફ્લેટ છોડી ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. જો કે, ત્યાર બાદ પણ અજય સતત ફોન કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવાની માંગણી કરતો હતો અજયના ત્રાસના કારણે કંટાળી પરિણીતાએ છેવટે પતિને જાણ કર્યા બાદ અજય વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.