દિલીપ પાલે તેના રહેણાંક વિસ્તારની 13 વર્ષીય કિશોરીને મોબાઈલ વાપરવા આપ્યો
ત્યાર બાદ કિશોરીના રૂમમાં લઇ જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હતું, કિશોરીએ તેના માતા-પિતાને આપવિતી જણાવી
ચોંકી ઉઠેલા માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જ આરોપી ઝડપાયો
WatchGujarat. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. કિશોરીને મોબાઈલ વાપરવા આપી નરાધમ કિશોરીને રૂમમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કિશોરીના પરિવારજનોને જાણ થતા યુવાન સામે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો દિલીપ પાલ તે વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય કિશોરીને મોબાઈલ વાપરવા આપ્યો હતો. જેથી કિશોરી તેના તરફ આકર્ષાઇ હતી. અને ગત 20 તારીખના રોજ નરાધમ યુવક કિશોરીને ફોસલાવી રૂમમાં લઇ જઈ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કિશોરીએ બીજા દિવસે પરિવારજનોને જાણ કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગયી હતી. અને પરિવારજનોએ નરાધમ દિલીપ સામે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. વધુમાં ઝડપાયો નરાધમ અપરણિત છે અને તે એમ્બ્રોડરી કારખાનામાં કામ કરતો હતો.
મોબાઈલ વાપરવા આપી કિશોરીને પોતાની તરફ આકર્ષી હતી
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નરાધમ યુવકે કિશોરીને મોબાઈલ વાપરવા આપતો હ્તો. જેથી કિશોરી તેના તરફ આકર્ષાઈ હતી. બસ આ જ વાતનો ફાયદો આ નરાધમે ઉપાડ્યો હ્તો. અને કિશોરીને રૂમમાં લઇ જઈ તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. પરંતુ આ ઘટના અંગે જયારે કિશોરીએ પરીવારજનોને વાત કરી હતી ત્યારે તેની કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો. અને પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.