GSFC થી દુમાડ જવાના માર્ગે અકસ્માત સર્જાયો
હાઇવેની વચ્ચો વચ અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો
ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ટ્રકમાં ફસાઈ જતા ફાયર વિભાગે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢી સારવાર અર્થે 108 માં હોસ્પિટલ મોકલી આપ્યો
WatchGujarat. નેશનલ હાઇવે 8 પર GSFC કંપની પાસે વહેલી સવારના પાછળથી પુરઝડપે ટ્રક હંકારી ચાલકે હાઇવે પર દોડતી બીજી ટ્રકમાં ધડાકાભેર ઘુસાડી દીધી હતી. જેથી હાઇવેની વચ્ચો વચ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલાકને ગંભીર ઇજા પહોંચતા તેને 108 મારફતે સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
https://youtu.be/dzjWds7SZzY
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નં 8 પર GSFC કંપનીથી દુમાડ જવાના બ્રિજ પરથી ટ્રક ચાલાક દિલાવર શેખ (ઉ.45વર્ષ ટ્રક લઇને અમદાવાદ થી સુરત જવાના માર્ગે જઇ રહ્યો હતો. દરમિયાન બ્રિજ ઉતરતી વેળાએ પેટ્રોલપંપ પાસે હાઇવે પર દોડતી બીજી એક ટ્રકમાં ધડાકાભેર પાછળથી ઘુસાડી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થતા પાછળની ટ્રકના ડરાઇવર સાઈડના આખા ભાગનો કુચ્ચો થઇ ગયો હતો. અને ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં ટ્રકમાં ડ્રાઇવર સાઇડ જ ફસાઇ ગયો હતો.
આ જોતા આગળની ટ્રકનો ચાલાક ગભરાઈને સ્થળેથી ભાગી ગયો હતો. અને હાઇવે ની વચ્ચો વચ અકસમાત થતા ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ બનાવી જાણ પોલીસને થતા છાણી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ ટ્રકમાં ગંભીર રીતે ફસાઈ ગયેલા ડરાઇવરને બહાર કાઢવા પોલીસે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી.
બનાવન જાણ થતા જ ફાયર વિભાગનો સટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રકને કાપી ભારે જેહમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને ઈજાગ્રસ્ત ડરાઇવરને 108ની મદદ થી સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.