• આણંદ નજીકથી પસાર થતા હાઇવે પર બે બસો વચ્ચે અકસ્માત
  • રસ્તા પર ઉભી રહેલી બસમાં પાછળથી બસ ઘુસી ગઇ
  • અકસ્માતમાં આઘેડ અને બાળકનું મોત, અન્ય સલામત
  • પોલીસે ઘટના સ્થળની સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકઠા કરી વધુ તપાસ આરંભી

WatchGujarat. આણંદ પાસેથી પસાર થતા હાઇવેના રસ્તા પર ઉભેલી બસને પાછળથી આવતા લક્ઝરી બસે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.

રાત્રીના સમયે વાહન અકસ્માતની અનેક ઘટનાએ ઘટતી હોય છે. તાજેતરમાં આણંદ નજીકથી પસાર થતા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માત અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આણંદ પાસેથી વાઘાસી ગામ નજીકથી પસાર થતા હાઇવે પર ગતરાત્રીના રોજ એક બસ ઉભી હતી. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે ઉભેલી બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગવાને કારણે બસમાં બેઠેલા મુસાફરો ઘાયલ થયા હતા. બસમાં બેઠેલા 2 લોકોનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

બસની ટક્કર થતા મોટો ધડાકો થયો હોત તેવો અવાજ આવ્યો હતો. અને આસપાસના લોકોની ઉંઘ તુટી હતી. અને ઘડાકાની દિશા તરફ તેઓ દોડ્યા હતા. સ્થાનિકોએ અકસ્માતમાં ધાયલ લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતમાં 55 વર્ષીય મહિલા અને 9 વર્ષના બાળકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ પરથી અંદાજો લગાડી શકાય કે કેટલી જોરથી એક બસે બીજી બસનો ટક્કર મારી હતી.

સ્થાનિક પોલીસે સીસીટીવી સહિતના પુરાવાઓ એકઠા કરીને મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud