વહેલી સવાર થી DGVCL ની ટીમોના પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગથી ફફડાટ
300 થી વધુ જોડાણો માં હાથ ધરેલા ચેકીંગમાં 21 જોડાણોમાંથી ગેરરીતિ પકડાતા ₹5 લાખનો દંડ ફટકરાયો
WatchGujarat શિયાળાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો એ જંબુસરમાં પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી તપાસ હાથ ધરતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. DGVCL ની 35 ટીમો એ 300 થી વધુ જોડાણો માં હાથ ધરેલા ચેકીંગમાં 21 જોડાણોમાંથી ગેરરીતિ પકડાતા ₹5 લાખનો દંડ ફટકરાયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસરમાં મંગળવારે વહેલી સવાર થી DGVCL ના દરોડા પડ્યા હતા. જંબુસર તાલુકા અને શહેર માં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરત, વલસાડ તેમજ ભરૂચ વિજિલન્સ ની DGVCL ની અલગ અલગ 35 જેટલી ટીમોએ પોલીસ ને સાથે રાખી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. શિયાળાના આરંભ સાથે વીજ કંપનીની વિજિલન્સ ટીમ પોલીસ સાથે ચેકીંગમાં ઉમટી પડતા વીજ ચોરી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. માવઠા અને ઠંડીની મોસમ વચ્ચે વીજ દરોડા થી લોકોને પરસેવો પડી ગયો ગતો.
વહેલી સવાર થી ચાલતા વીજ કંપનીના દરોડામાં બપોર સુધી 300 થી વધુ વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પેકી 17 જોડાણોમાંથી વીજ ચોરી અને 4 માંથી શંકાસ્પદ ગેરરીતિ કરાતી હોવાનું બહાર આવ્યું હતું. કુલ 21 જોડાણોમાં વીજ ચોરી બદલ ₹5 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.