20 સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરાયો
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું
WatchGujarat ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. BJP એ પણ પૂર જોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે અને ચૂંટણી માટે BJP એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જોકે ભાજપના 20 સ્ટાર પ્રચારકોમાં અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે, જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ફરીવાર બાદબાકી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રમાંથી માત્ર એક સ્મૃતિ ઈરાની જ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે. આ ઉપરાંત યાદીમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
BJP દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટાર પ્રચારકની યાદીમાં કેન્દ્રના નેતાઓનો પણ સમાવેચ કરવામાં આવ્યો છે. જેમાં જાહેર કરેલી 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પણ તેઓ સ્ટાર પ્રચારક હતાં અને પ્રચાર કર્યો હતો.
https://twitter.com/WatchGujarat/status/1360128377009573890?s=20
BJP એ જાહેર કરેલી 20 સભ્યોની યાદીમાં સ્મૃતિ ઇરાની સિવાય બાકીના તમામ સ્થાનિક નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાર્ટી પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થયો છે. આ 20 નેતાઓની યાદીમાં સૌથી છેલ્લું નામ અલ્પેશ ઠાકોરનું છે. ભાજપમાં હાલ સાવ નિષ્ક્રિય બની ચૂકેલા અલ્પેશ BJP ના સ્ટાર ઠાકોર નેતા છે અને તેઓ ગઇ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આ યાદીમાં હતા.