માત્ર રૂ. 19 હજારમાં એક્ટિવા વેચવાની જાહેરાત ફેસબુક જોઇ વિદ્યાર્થીએ સંપર્ક કર્યો
કોવિડના કારણે આર્મી પ્રોટોકોલ મૂજબ રૂબરૂ મળવુ અશક્ય કહીં વિદ્યાર્થી પાસે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં
WatchGujarat ફેસબુક પર ઓનલાઇન છેતરપીંડીના કિસ્સાઓનો અંત આવવાનુ નામ નથી લઇ રહ્યું. રોજ બરોજ આર્મીમેનની ખોટી ઓળખ આપી લોકોને છેતરવામાં આવી રહ્યાં હોવાના અસંખ્ય કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યાં છે. આ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે કેટલીય વખત સાઇબર ક્રાઇમ દ્વારા જાહેરાતો કરવામાં આવી છે. છતાંય સોશિયલ મિડિયા પર સસ્તા ભાવે વાહનો વહેચવાની લોભામણી લાલચમાં જોઇ લોકો છેતરાય છે. તેવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે.
શહેરના પરિવાર ચાર રસ્તા પાસે રહેતા મારૂતિનંદન અશ્વિનકુમાર રાઉલજી અમદાવાદની ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટીમાં MBAનો અભ્યાસ કરે છે. કોરોના મહામારીના કારણે હાલ ઓનલાઇન અભ્યાસ થતો હોવાથી તેઓ ઘરેથી જ અભ્યાસ કરી રહ્યાં છે. ગત તા. 30 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યે મારૂતિનંદન ફેસબુક (Facebook) સર્ફિંગ કરી રહ્યો હતો. ત્યારે રૂ. 19000માં એક્ટિવા વેચવાની પોસ્ટ જોવા મળી હતી. જેથી તેણે પોસ્ટમાં આપેલ નંબર પર સંપર્ક કરતા અખિલેશકુમાર કેસરવાણી નામની વ્યક્તિ સાથે વાત થઇ હતી.
મારુતિનંદને ફોન પર એક્ટિવા લેવાની તૈયારી બતાવી કાગળિયા અને એક્ટિવ જોવા માટે રૂબરૂ મળવાનું અખિલેશને કહ્યું હતું. ત્યારે અખિલેશે “હું મિલેટ્રીમાં છું અને હાલ કોવિડ-19 ના કારણે આર્મીના પ્રોટોકોલના નિયમન લીધે રૂબરૂ મળી શકું તેમ નથી”. જેથી હું તમને વોટ્સએપ પર ગાડીના કાગળિયા મોકલી આપું છું. તેમ જણાવી દસ્તાવેજો મોકલી આપ્યા હતા. વિદ્યાર્થીને વોટ્સએપ પર મળેલા કાગળિયાના માધ્યમથી સરકારની એમ પરિવહન એપ્લિકશેન પર ખરાઈ કરતા કાગળિયા સાચા હોવાનું જણાયું હતું. જેથી તેણે રૂબરૂ મળી સોદો નક્કી કરવાની વાત કરી હતી.
દરમિયાન અખિલેશે વિશ્વાસ અપાવવા માટે આર્મીના કપડાં પહેરી મારૂતિનંદનને વોટ્સએપ વિડીયો કોલ કરી હું આર્મીમાં છું અને હાલ અમદાવાદ સરદાર પટેલ વિમાન મથક પર ફરજ બજાવું છું. તેમજ કોવીડ -19ના આર્મીના પ્રોટોકોલના નિયમ પ્રમાણે અમને કોઈ પણ કેશ વ્યવહાર કરવાની ના પાડવામાં આવી છે. જેથી ઓનલાઇન (online) પૈસા ટ્રાન્સફર કરી આપવા જણાવ્યુ હતું. ત્યારે વિદ્યાર્થીએ ટોકન મની પેટે રૂ. 3020 ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારે અખિલેશે પૈસા મળિયા નથી. તેવી વાત કરી હતી.
અખિલેશના કહેવાથી વિદ્યાર્થીએ વિવિધ ટ્રાન્સેક્શન થકી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ અખિલેશે પૈસા મળ્યા નથી તેવું જ રટણ પકડી રાખ્યું હતુ. આમ અખિલેશે મારૂતિનંદન પાસે રૂ. 19,000ની એક્ટિવાની સામે રૂ. 82,338 પડાવી લીધા હતા. આખરે વિદ્યાર્થીએ પોતાની સાથે છેતરપીંડી થયાની શંકા જતા એક્ટિવા નહીં લેવાનું જણાવી પૈસા પરત માંગ્યા હતા. ત્યારે અખિલેશે રકમ પરત કરવા માટે વધુ રૂ. 16,000 વિદ્યાર્થી પાસે ટ્રાન્સફર કરાવી કુલ રૂ. 82,338નો ચુનો ચોપડી સંપર્ક વિહોણો થઇ ગયો હતો. જેથી વિદ્યાર્થીએ આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.