• જિલ્લામાં 24 કલાક સતત સળગતી ચિત્તાઓ ધીમી પડતા તંત્ર સહિત લોકોને રાહત
  • કોરોના હાઉમાં સ્મશાનમાં મૃત્યુઆંક ઘટતા માનસિક રીતે પણ સકારાત્મક પ્રભાવ જિલ્લાવાસીઓ ઉપર પડશે
  • સોમવારે માત્ર 3 મૃતકોના જ અગ્નિદાહ સાંજ સુધીમાં, અત્યાર સુધી રોજ સરેરાશ 15 થી 20 લોકોના અગ્નિદાહ થતા હતા

Watchgujarat. ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીનું સંક્રમણ ઘટ્યું છે. બીજી તરફ કોરોનાથી મૃત્યુ થવાની સંખ્યામાં પણ રાહતભર્યો ઘટાડો નોંધાઇ રહ્યો હોઇ વહિવટી તેમજ આરોગ્ય તંત્રએ આંશિક હાશકારો અનુભવ્યો છે. ભરૂચ જિલ્લામાં બે મહિના બાદ છેલ્લાં ત્રણ દિવસથી સિંગલ ડિજીટમાં મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાની સેકન્ડ વેવએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જિલ્લામાં રોજના નવા 150 થી 200 કેસ નોંધાઇ રહ્યાં હતાં. ઉપરાંત કોરોનાની સારવાર વેળાં મોત થવાના આંક પણ કંપારી છોડાવે તેવા આવી રહ્યાં હતાં. એક સમયે જિલ્લામાં રોજના 40થી 50 અને કેટલાંક દિવસે તેનાથી પણ વધું લોકોના કોરોનાની સારવાર વેળાં મોત થતાં તેમના ભરૂચના કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

કોરોનાથી મૃત્યુના આઘાતજનક આંકડાઓથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ તંત્ર દ્વારા પણ જાહેરનામા બહાર પાડી આંશિક લોકડાઉનની અમલવારી કરાવવાની ફરજ પડી રહી હતી. જોકે, હાલમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. જિલ્લામાં હાલમાં કોરોના પોઝિટિવના કેસો ઘટી રહ્યાં છે. ઉપરાંત મૃત્યુઆંક પણ ઓછો થયો છે.  જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી સિંગલ ડિજીટમાં કોરોનાથી મૃત્યુનો આંક આવી રહ્યો છે. ત્યારે બે મહિનાથી સર્જાયેલી કપરી સ્થિતીમાંથી હવે આંશિક રાહતનો અનુભવાઇ રહી છે.

સોમવારે સાંજ સુધીમાં માત્ર 3 મૃતદેહો જ કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા. અત્યાર સુધી રોજ સરેરાશ 15 થી 50 મૃતકો અગ્નિદાહ માટે કોવિડ સ્મશાનમાં આવતા હતા.

એપ્રિલ-મે મહિનામાં 1653 લોકોના અંતિમ સંસ્કાર થયા

કોરોનાની સેકન્ડ વેવમાં મોતનો આંક અત્યંત ચિંતાજનક બન્યો હતો. કોવિડ સ્મશાન ખાતે એપ્રિલ મહિનામાં 878 લોકોના અંતિમ સંસ્કાર કરાયાં હતાં. જ્યારે મે મહિનામાં અત્યાર સુધીમાં 775 લોકોને અગ્નિદાહ અપાયા છે. ત્યારે બે જ મહિનામાં 1653 લોકોના મોતથી ભયજનક સ્થિતી બની હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Covid-19 ની પહેલી કરતાં બીજી વેવમાં મૃત્યુઆંક વધુ

ભરૂચ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ એપ્રિલ 2020માં નોંધાયો હતો. માર્ચ 2021 સુધીની કોરોનાની પહેલી લહેરમાં 485 લોકોના મોત થયાં હતાં. જોકે બીજી લહેરમાં માત્ર બે જ મહિનામાં 1653 લોકોના મોત થયાં છે. જિલ્લામાં કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 2138 લોકોના અંતિમ સંસ્કાર કરાયાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud