• ઓ.એન.જી.સી માં નોકરી અપાવવાના બહાને ચાર મિત્રો પાસે લાખો પડાવી લીધા
  • ચિંતાને અમદાવાદ ઓ.એન.જી.સી.ના લેટર હેડ વાળા બોગસ અને બનાવતી નોકરીના કોલ લેટર આપ્યા હતા.
  • તાજેતરમાં જ ચિંતનના છતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવતા ચારે મિત્રોએ જેપી પોલીસ મથકે ચિંતન વિરુદ્ધ વિશ્વાસઘાત અને છતરપિંડીની ફરિયાદ નોંધાવી
ચિંતન પટેલના ફેસબુક એકાઉન્ટમાંથી લેવામાં આવેલી તસ્વીર

WatchGujarat. તાજેતરમાં જ વડોદરા કોંગ્રેસનો પૂર્વ ઉપપ્રમુખ અને હાલ ભાજપનો ભેજાબાજ કાર્યકર ચિંતન ઉર્ફે ચેતન પટેલ વિરુદ્ધ તેના સાળા વિવેક વસાવાએ રૂ. 5.60 લાખની ઉચાપત મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીહાલ આ મામલે તપાસ ચાલી રહી છે, તેવામાં જ આજે મૂળ ડભોઇના યુવક સહીત તેના ત્રણ મિત્રોએ જે.પી. પોલીસ મથકે ચિંતન પટેલ વિરુદ્ધ ઓ.એન.જી.સી.મા નોકરી અપાવવાના બહાનેલખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે ચિંતન વિરુદ્ધ  વધુ એક ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ ભાજપનો કાર્યકર ચિંતન ઉર્ફે ચેતન પટેલ (મૂળ ડભોઇ મસ્જિદ વાળું ફળિયું સિંધિંયાપુરા ગામ) સોહીલહુસેન સિંધીના સંપર્કમાં આવ્યો હતો. અને તેને બાંહેધારી આપી હતી કે, ઓ.એન.જી.સી.માં સારી પોસ્ટ સાથે સારા પગાર ઉપર નોકરી લગાવી આપશે. પરંતુ તેની માટે પાંચ લાખ રૂપિયામા માંગણી કરી હતી. ચિંતનની વાતોમાં આવી જઇને સોહીલહુસેન સિંધી અને તેના ત્રણ મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી.

ચિંતનની બાંહેધારીને માની સોહીલહુસેન સહીત લિયાકત સિંધી (રહે,ખુશબુનગર તાંદલજા, વડોદરા)તથા ઈમ્તિયાઝ સિંધી (રહી,યોગીકુટીર તાંદલજા, વડોદરા) અને વિશ્વરાજ વાઘેલા (રહે, અમદાવાદ) એ આમ ચાર મિત્રોએ મળી પાંચ પાંચ લાખ પ્રમાણે કુલ 20 લાખ ચિંતનને આપ્યા હતા. ત્યાર બાદ ચિંતન પટેલે તમામને અમદાવાદ ઓ.એન.જી.સી.ના લેટર હેડ વાળા બોગસ અને બનાવટી નોકરીના કોલ લેટર આપ્યા હતા. પરંતુ ઘણા સમય બાદ પણ ચિંતન દ્વારા તમામ મિત્રોને નોકરી નહિ લગાડતા ચિંતન પાસે પુરા 20 લાખ પરત માંગ્યા હતા પણ આજ દિન સુધી ચિંતાને તે રૂપિયા પરત કર્યા ન હતા.

તાજેતરમાં જ સાડા વિવેકે પોતાના જીજાજી ચિંતન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચારે મિત્રોને જાણ થઇ હતી કે તેમની સાથે પણ ચિંતાને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી લખો રૂપિયા પડાવી લીધા છે. જેના પગલે સોહીલહુસેન સહીત ચાર મિત્રોએ ચિંતન વિરુદ્ધ જે.પી. પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડી ના ગુણ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે.પી પોલીસ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, હાલ ચિંતન શહેરની પાણીગેટ પોલીસની કસ્ટડીમાં છે. પાણીગેટ પોલીસની તમામ પૂછપરછ અને કોર્ટમાં રજુ કાર્ય બાદ ચિંતનને ટ્રાંસફર વોરન્ટ દ્વારા જે.પી પોલીસ તાપસનો દોર ચાલુ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચિંતન ઓનલાઇન નેતાગીરીમાં માહિર હતો. સોશિયલ મીડિયા પર મોટા ગજાના નેતાઓ સાથે ફોટા મુકીને પોતે ઘરોબો ધરાવે છે તેવો હાવ ઉભો કરવામાં તે મહદઅંશે સફળ રહ્યો હતો. જો કે, બનાવટી વટનો ઉપયોગ કરી તેણે અનેક લોકોનું કરી નાંખ્યું હતું. આવનાર સમયમાં ચિંતન સામે ઠગાઇના વધુ કિસ્સાઓ સામે આવે તો નવાઇ નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud